For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન યુદ્ધ, એક ન ભૂલાવી શકાય તેવું દર્દ

By Super
|
Google Oneindia Gujarati News

indian flag
બેંગલોર, 17 ઑક્ટોબરઃ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળ્યે માત્ર 15 જ વર્ષ થયા હતા, ભારતીય સેના જંગ માટે હજુ તૈયાર નહોતી કે ચીનને ભારતની નબળાઇનો લાભ ઉઠાવી 20 ઓક્ટોબર 1962માં આક્રમણ કર્યું. યુદ્ધમાં ભારતના 12 હજાર જાબાજ સૈનિકો, ચીનના 8 હજાર સૈનિકોની આગળ હતા. પરિણામ ભારતની એક ન ભૂલાવી શકાય તેવી હાર. આ યુદ્ધ પહેલા ચીને ભારતને હંમેશા મિત્રતાના સંકેત આપ્ચા અને ભારતની સંપ્રભુતાનું પણ સન્માન કર્યું. જેનાથી ભારત, ચીનની મંશાનો અંદાજ લગાવી શક્યું નહીં.

આ લડાઇમાં ભારતના 1383 સૈનિક શહીદ થયા, 1047 ઇજાગ્રસ્ત થયા અને 1696 સૈનિક ગાયબ થઇ ગયા. આ ઉપરાંત 3968 સૈનિકોને ચીને બંધક બનાવી લીધા હતા. ભારતે આ યુદ્ધમાં વાયુસેનાનો પ્રયોગ કર્યો ન હતો. જેના કારણે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુની નિંદા પણ થાય છે. આ યુદ્ધમાં ભારતને જાનમાલનું સારું એવું નુક્સાન થયું, તો ચીનના કુલ 722 સૈનિક માર્યા ગયા અને 1697 ઇજાગ્રસ્ત થયા. આ યુદ્ધમાં ચીને ભારતના 38000 કિ.મી ક્ષેત્ર પર કબ્જો કરી લીધો.

ભારત-ચીન સંબંધો 2012

યુદ્ધને 50 વર્ષ વીતિ ગયા પછી પણ ભારત અને ચીનના સંબંધોમાં એ વિશ્વાસ જોવા મળતો નથી. ચીને જમ્મૂ કાશ્મિરને ભારતને હિસ્સો માનવાનો ઇન્કાર કરી દીધો છે અને ત્યાંના નાગરીકોને અલગથી વીઝા આપ્યા છે. ચીને ઘણી વખત ભારતના અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો હક હોવાનો દાવો કર્યો છે.

વ્યાપારિક સંબંધ

બન્ને દેશો વચ્ચે આજે દ્વિપક્ષીય વ્યાપાર 70 અરબ ડોલરનો છે, જ્યારે 2015 સુધી 100 અરબ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. ભારત, ચીન માટે વ્યાપારિક દ્રષ્ટિકોણ ઘણા મહત્વપૂર્ણ છે.

ભારતની હાલની શક્તિ

દેશના રક્ષામંત્રી એ કે એન્ટિનીએ જણાવ્યાનુસાર હવે આપણે પહેલા કરતા વધારે શક્તિશાળી બની ગયા છીએ અને આપણી સેનાઓ પાસે પહેલા કરતા વધારે હથિયાર છે. વિશેજ્ઞોનું માનવું છે કે બન્ને દેશ હવે પરમાણુ શક્તિથી સમ્પન્ન છે, તેથી હવે યુદ્ધની સંભાવનાઓ ઓછી છે, જો કે, ચીન, ભારતના પાડોશી દેશો શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળમાં સતત પોતાની અસર વધારી રહ્યું છે.

English summary
The war between India and China in 1962 started on October 20 and about 1383 soldiers and officers were killed in the nearly month-long conflict.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X