29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજાઇ શકે છે સંસદનું શિયાળું સત્ર, CCPAએ કરી ભલામણ
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે. સોમવારે, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) એ 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી શિયાળુ સત્ર યોજવાની ભલામણ કરી હતી.કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી,
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે. સોમવારે, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) એ 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી શિયાળુ સત્ર યોજવાની ભલામણ કરી હતી. કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, કોવિડ-19 પ્રોટોકોલને પગલે છેલ્લા દોઢ વર્ષમાં જે રીતે સંસદના સત્રો યોજાયા હતા તે રીતે શિયાળુ સત્ર પણ યોજાશે.

કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, કોવિડ-19 પ્રોટોકોલને પગલે છેલ્લા દોઢ વર્ષમાં જે રીતે સંસદના સત્રો યોજાયા હતા તે રીતે શિયાળુ સત્ર પણ યોજાશે.
નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને બજેટ સત્ર અને સંસદના ચોમાસુ સત્રનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં CCPAએ સંસદના શિયાળુ સત્ર માટે 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીની તારીખની ભલામણ કરી છે.
સંસદના રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોની કાર્યવાહી એકસાથે ચાલશે, જે દરમિયાન સંસદના તમામ સાંસદોએ કોરોના પ્રોટોકોલને અનુસરીને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું રહેશે. આ શિયાળુ સત્રને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ સત્ર બાદ જ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.
આ શિયાળુ સત્રમાં પણ વિપક્ષ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને ખાદ્યતેલની કિંમતોમાં વધારો, ખેડૂતોનું આંદોલન, મોંઘવારી, કાશ્મીરમાં આતંકવાદી હુમલા સહિતના અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર પણ હંગામા સાથે જોવા મળ્યું હતું.વિપક્ષે પેંગાસન જાસૂસી મુદ્દે જવાબ માંગ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ ખેડૂત કાયદાને પાછો ખેંચવાની માંગ કરી હતી, જેના પર ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ











Click it and Unblock the Notifications
