For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના રસીના બે ડોઝ લેનારા લોકોને ત્રીજો ડોઝ આપવાની જોગવાઈ નથી : કેરળ હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે કેરળ હાઈકોર્ટને જણાવ્યું કે, હાલમાં કોરોનાની રસીના બે ડોઝ લેનારા લોકોને ત્રીજો ડોઝ આપવાની કોઈ જોગવાઈ નથી. અદાલતમાં કન્નુરના એક વ્યક્તિની અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કેરળ હાઈકોર્ટને જણાવ્યું કે, હાલમાં કોરોનાની રસીના બે ડોઝ લેનારા લોકોને ત્રીજો ડોઝ આપવાની કોઈ જોગવાઈ નથી. અદાલતમાં કન્નુરના એક વ્યક્તિની અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ વાત કરી છે.

dose

કન્નુરના એક માણસે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીતા જણાવ્યું છે કે, તેણે કોવેક્સીનના બંને ડોઝ લીધા છે, પરંતુ હવે તે કોવિશિલ્ડ રસી મેળવવા માંગે છે. કારણ કે, તેને નોકરી માટે સાઉદી અરેબિયા જવું છે, પરંતુ સાઉદી સરકાર કોવેક્સીનને માન્યતા આપતી નથી. આ કારણે તે નોકરી માટે સાઉદી જઈ શકતો નથી.

કેરળ હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. જેના માટે કેન્દ્રએ કહ્યું કે, જે લોકોએ રસીના બે ડોઝ લીધા છે, તેમને ત્રીજો ડોઝ આપી શકાતી નથી. અરજીમાં આ વ્યક્તિએ કહ્યું હતું કે, તે દુબઇમાં લાંબા સમયથી કામ કરી રહ્યો છે. કોરોના સમયે તે ભારત આવ્યો હતો, હવે તેને પરત દુબઇ જવું પડશે, પરંતુ રસી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી. તેથી તેને મુસાફરીની પરવાનગી નથી મળી રહી, તેનાથી તેની આજીવિકા પર અસર પડી રહી છે. જેના પર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, માર્ગદર્શિકા ત્રીજા ડોઝને મંજૂરી આપતી નથી. કારણ કે રસીના ત્રીજા ડોઝને ડોક્ટર્સ તરફથી માન્યતા મળી નથી.

ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારતમાં માત્ર બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. એક ભારત બાયોટેકની કોવેક્સીન અને બીજી ઓક્સફોર્ડની કોરોના વેક્સીન, જે ભારતમાં સીરમ સંસ્થા દ્વારા કોવિશિલ્ડ નામથી બનાવવામાં આવી રહી છે. જેમાં કોવેક્સીન લેનારાઓને વિદેશ પ્રવાસમાં સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદેશમાં કામ કરતા લોકો સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

English summary
The Center has told the Kerala High Court that there is currently no provision for giving a third dose to people taking two doses of the corona vaccine. The Center has said this during the hearing of a petition filed by a person from Kannur in the court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X