શું 21 દિવસ બાદ વધુ લંબાવવામાં આવશે લૉકડાઉન? સરકારે આપ્યો જવાબ
એવા સમાચાર સામે આવ્યા હતા કે સરકાર આ લૉકડાઉનને લંબાવી શકે છે જેના પર કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનુ નિવેદન આવ્યુ છે.
કોરોના વાયરસના કારણે પીએમ મોદીએ આખા દેશમાં 21 દિવસના લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ, આ લૉકડાઉન 14 એપ્રિલ સુધી છે, જે દરમિયાન લોકોને ઘરોમાંથી બહાર નીકળવાનુ નથી. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ છે. અહીં સુધી કે બસ, ટ્રેન અને વિમાન સેવાઓ પણ 14 એપ્રિલ સુધી બંધ છે. વળી, એવા સમાચાર સામે આવ્યા હતા કે સરકાર આ લૉકડાઉનને લંબાવી શકે છે જેના પર કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનુ નિવેદન આવ્યુ છે.

લૉકડાઉનને લંબાવાની કોઈ યોજના નથીઃ રાજીવ ગૌબા
લૉકડાઉન આગળ લંબાવાના સમાચારો પર સોમવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ પોતાની પ્રતિક્રિયા આપી. રાજીવ ગૌબાએ કહ્યુ, હું આવા રિપોર્ટસ વાંચીને ચોંકી ગયો છુ. લૉકડાઉન લંબાવાની કોઈ યોજના નથી. આ પહેલા પીએમ મોદીએ કોરોના સંક્રમણની ભયાનક સ્થિતિ વિશે જણાવીને બધાને લૉકડાઉનનુ પાલન કરવાની અપીલ કરી હતી. પીએમે કહ્યુ હતુ કે તમે પોતાના ઘરોમાં રહો, જાન હે તો જહાન હે.
|
14 એપ્રિલ સુધી છે લૉકડાઉન
પીએમે કહ્યુ હતુ કે આ વાયરસથી બચવા માટે જો દિશા નિર્દેશોનુ પાલન ન કર્યુ તો આનાથી કેટલુ નુકશાન થઈ શકે છે તેનો અંદાજો ન લગાવી શકો. જો કે લૉકડાઉન દરમિયાન સરકારને પડકારોનો સામનો પણ કરવો પડ્યો છે. મોટી સંખ્યામાં મજૂરો દેશના અલગ અલગ રાજ્યોમાંથી પલાયન કરી રહ્યા છે. દેશની રાજધાની દિલ્લીથી મોટી સંખ્યામાં મજૂર અને કામદારો પગપાળા જ પોતાના શહેર જવા માટે નીકળી પડ્યા ત્યારબાદ સરકારે દેશભરમાં રાજ્ય અને જિલ્લાઓની સીમાઓને સીલ કરવાના આદેશ આપ્યા, સાથે એ પણ કહેવામાં આવ્યુ કે પહેલેથી જ સીમા પાર કરી ચૂકેલા લોકોને 14 દિવસ માટે અલગ રાખવામાં આવશે.

ભારતમાં 27 લોકોના થયા મોત
કેન્દ્ર તરફથી કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં રવિવારે થયેલી બેઠક બાદ દેશભરના જિલ્લાધિકારીઓ અને પોલિસ અધિક્ષકોને પલાયન કરનારાનુ ક્વૉરંટાઈન સુનિશ્ચિત કરવાની જવાબદારી આપવામાં આવી છે જેથી આ લોકો પોતાના ગામ અને શહેરોમાં જઈને બીજા લોકોને સંક્રમિત કરવાનુ જોખમ ઉભુ ના કરી શકે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ભારતમાં 27 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે આ વાયરસથી 1024 લોકો સંક્રમિત છે.












Click it and Unblock the Notifications
