For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ વિલાસ પાસવાન સહિત 1 મહિનામાં આ રાજનેતાઓએ દુનિયાને અલવિદા કહી દીધી

રામ વિલાસ પાસવાન સહિત 1 મહિનામાં આ રાજનેતાઓએ દુનિયાને અલવિદા કહી દીધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020ની ઠીક પહેલાં દિગ્ગજ રાજનેતૈ, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના મુખ્યા રામ વિલાસ પાસવાન (Ram Vilas Paswan)નું નિધન થયું છે. ગુરુવરે સાંજે રામવિલાસના દીકરા ચિરાગ પાસવાને ટ્વીટ કરી પિતાના નિધનની જાણકારી આપી, જે બાદ રાજનૈતિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું.રામ વિલાસ પાસવાનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્ર અને બિહારના તમામ રાજનેતાઓએ સંવેદના વ્યક્ત કરી. રામ વિલાસ પાસવાનના નિધનના થોડા દિવસો પહેલા જ રઘુવંશ પ્રસાદનું નિધન થઈ ગયું. એક મહિનામાં બિહારે પોતાના બે દિગ્ગજ નેતાઓ ગુમાવી દીધા છે. જ્યારે પાછલા એક મહિનામાં કેન્દ્ર અને રાજ્યના કેટલાય રાજનેતાઓએ દુનિયાને અલવિદા કહી દીધું.

રામ વિલાસ પાસવાનનું નિધન

રામ વિલાસ પાસવાનનું નિધન

8 ઓક્ટોબર 2020ના રોજ લોજપા મુખ્યા અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થઈ ગયું. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને નિધનના 6 દિવસ પહેલા જ તેમની હાર્ટ સર્જરી થઈ હતી. કેન્દ્રીય ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાન 74 વર્ષના હતા અને કેન્દ્ર અને બિહારની રાજનીતિમાં સક્રિય હતા. રામ વિલાસ પાસવાન એવા નેતાઓમાં હતા જેઓ જયપ્રકાશ નારાયણના સમાજવાદી આંદોલનથી નીકળ્યા હતા.

રઘુવંશ પ્રસાદઃ મનરેગાના જનક

રઘુવંશ પ્રસાદઃ મનરેગાના જનક

રામવિલાસ પાસવાન ઉપરાંત 13 સપ્ટેમ્બરે પૂર્વ કેન્દ્રીય મંત્રી બિહારના દિગ્ગજ રાજનેતા રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન થઈ ગયું. તેઓ રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના બહુ નજીકના હતા. તેમને મનરેગાના જનક કહેવાય છે. તેમણે મનરેગાના બળ પર ગામોની દશા અને દિશા બદલવામાં મહત્વની ભૂમિકા નિભાવી.

જસવંત સિંહે દુનિયાને અલવિદા કહી દીધી

જસવંત સિંહે દુનિયાને અલવિદા કહી દીધી

પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જસવંત સિંહનું નિધન 27 સપ્ટેમ્બરના રોજ થયું. તેઓ 82 વર્ષના હતા. સેના બાદ દેશની રાજનીતિમાં એક ડગલું માંડનાર જસવંત સિંહે અટલજીની સરકાર દરમ્યાન કેટલાય મહત્વપૂર્ણ મંત્રાલયોનો કાર્યભાર સંભાળ્યો. નાણા, રક્ષા અને બાહરી મામલાની જવાબદારી સંભાળી તેમણે પોતાની છાપ છોડી.

9 વાર સાંસદ બનેલા કાજી મસૂદનું નિધન

9 વાર સાંસદ બનેલા કાજી મસૂદનું નિધન

દિગ્ગજ રાજનેતા કાજી રશીદ મસૂદ 5 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહી ગયા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. 73 વર્ષના કાજી રશીદ મસૂદનો રુડકીમાં ઈલાજ ચાલી રહ્યો હતો. તેમની ગણતરી પશ્ચિમ ઉત્તર પ્રદેશના દિગ્ગજ રાજનેતાઓમાં થતી હતી. પાછલા પાંચ દશકા સુધી તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા. તેમણે વીપી સિંહથી લઈ મુલાયમ સિંહ યાદવ સાથે કામ કર્યું.

લોકસભા સાંસદ દુર્ગા પ્રસાદનું નિધન

લોકસભા સાંસદ દુર્ગા પ્રસાદનું નિધન

16 સપ્ટેમ્બરે તિરુપતિથી લોકસભા સાંસદ દુર્ગા પ્રસાદનું નિધન થઈ ગયું. સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના નિધન પર પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી હતી. બહુ અનુભવી અને દક્ષિણની રાજનીતિમાં બહુ સક્રિય રાજનેતાઓમાંથી એક હતા. આંધ્ર પ્રદેશના વિકાસમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા બલ્લી દુર્ગા પ્રસાદ રાવ મૂળ રૂપે આંધ્ર પ્રદેશના નેલ્લોરના નિવાસી હતા. ગુડૂર જિલ્લાથી તેઓ 1985- 1989 દરમ્યાન ્ને 1994થી 2014 દરમ્યાન ચાર વાર ધારાસભ્ય રહ્યા.

કોંગ્રેસ નેતા દલસિંગાર યાદવનું નિધન

કોંગ્રેસ નેતા દલસિંગાર યાદવનું નિધન

17 સપ્ટેમ્બરે પૂર્વ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દલસિંગાર યાદવનું કોરોના સંક્રમણને પગલે નિધન થયું. લાંબા સમય સુધી લખનઉમાં તેમનો ઈલાજ ચાલ્યો, પરંતુ તેમને બચાવી ના શકાયા. દલસિંગાર યાદવ યૂપીની રાજનીતિમાં મોટા નેતાઓમાથી એક હતા.

સ્વામી અગ્નિવેશનું નિધન

સ્વામી અગ્નિવેશનું નિધન

11 સપ્ટેમ્બરે સામાજિક કાર્યકર્તા, રાજનેતા, સ્વામી અગ્નિવેશનું નિધન થઈ ગયું. તેઓ 80 વર્ષના હતા. અગ્નિવેશ લીવર સિરોસિસથી પીડિત હતા અને લાંબા સમયથી ગંભીર રૂપે બીમાર હતા. જ્યારે 4 ઓક્ટોબરે બીજૂ જનતા દળના વરિષ્ઠ નેતા પ્રદીપ મહારથીનું નિધન થઈ ગયું, તેઓ કોરોનાથી સંક્રમિત હતા. આ ઉપરાંત 12 સપ્ટેમ્બરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ હરિસિંહનું નિધન થઈ ગયું. રાજસ્થાનની રાજનીતિમાં તેમનું નામ દિગ્ગજ નેતાઓમાં સમેલ કરાતું હતું. જ્યારે 27 સપ્ટેમ્બરે કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાંગનાસેરીના ધારાસભ્ય સી એફ થોમસનું નિધન થઈ ગયું.

આસામની પહેલી મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા તૈમૂરનું નિધન

આસામની પહેલી મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા તૈમૂરનું નિધન

આસામના પૂર્વ મુખ્યમંત્રી સૈયદા અનવરા તૈમુરનું નિધન થયું. તેઓ 84 વર્ષના હતાં. જણાવી દઈએ કે સૈયદા અવર તૈમુર આસામનાં પહેલાં અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હતાં. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું. તેઓ ચાર વાર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. 6 ડિસેમ્બર 1980થી લઈને 30 જૂન 1981 સુધી આસામના મુખ્યમંત્રી રહ્યાં હતાં.

જાણો કેટલી સંપત્તિના માલિક હતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન?જાણો કેટલી સંપત્તિના માલિક હતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન?

પ્રણવ મુખરજી

પ્રણવ મુખરજી

હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ પૃથ્વીને અલવિદા કહી ગયા. મસ્તિષ્કની સર્જરી માટે તેમને સેનાની આર એન્ડ આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ વાયરસથી સંક્રમિત થવાના કારણે તેમનું નિધન થઈ ગયું. જ્યારે રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું નિધન પણ કોરોનાથી સંક્રમિત થવાના કારણે થયું. આ ઉપરાંત કોરોનાના લપેટામાં આવી ઉત્તર પ્રદેશ સરકારની એકમાત્ર મહિલા મંત્રી કમલ રાની વરુણનું નિધન થઈ ગયું. અગાઉ પૂર્વ ક્રિકેટર અને સૈનિક કલ્યાણ અને નાગરિક સુરક્ષા મંત્રી ચેતન ચૌહાણનું પણ કોરોના સંક્રમણથી મોત થયું હતું.

English summary
these 10 political leader lost their lives in last one month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X