કાનપુરમાં ચોરોએ ખોદી 10 ફુટ લાંબી સુરંગ, SBI બેંકમાંથી ચોરી કર્યું 1.8 કીલો સોનુ
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી ચોંકાવનારી ચોરીના સમાચાર સામે આવ્યા છે. અહીં બેંકના લોકર સુધી પહોંચવા માટે ચારેય જણાએ 10 ફૂટ લાંબી સુરંગ ખોદીને બેંકના લોકર તોડીને એક કરોડ રૂપિયાનું સોનું ચોરી લીધું હતું.
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી ચોંકાવનારી ચોરીના સમાચાર સામે આવ્યા છે. અહીં બેંકના લોકર સુધી પહોંચવા માટે ચારેય જણાએ 10 ફૂટ લાંબી સુરંગ ખોદીને બેંકના લોકર તોડીને એક કરોડ રૂપિયાનું સોનું ચોરી લીધું હતું. જોકે, ચોર રોકડ પેટી ખોલી શક્યા ન હતા, જેમાં 32 લાખ રૂપિયા હતા.

આ ઘટના કાનપુરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભાનુતી શાખાની છે, જેની નજીક ખાલી પડેલી જમીનમાંથી લગભગ ચાર ફૂટ પહોળી ટનલ ખોદવામાં આવી હતી. પોલીસ અધિકારી વિજય ધુલે જણાવ્યું હતું કે ચોર સોનાની પેટી ખોલવામાં સફળ થયા હોવા છતાં તેઓ રોકડ પેટી ખોલી શક્યા ન હતા, જેમાં 32 લાખ રૂપિયા હતા.
બેંક અધિકારીઓને ચોરાયેલા સોનાનો અંદાજ લગાવવામાં કલાકો લાગ્યા હતા. તેનું વજન 1.8 કિલોથી વધુ છે અને તેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે, એમ તેમણે જણાવ્યું હતું. બેંક મેનેજર નીરજ રાયે પોલીસને જણાવ્યું કે બેંકમાં રાખવામાં આવેલ સોનું 29 લોકોનું છે જેમણે તેની સામે લોન લીધી હતી.
અધિકારીએ સમાચાર એજન્સીને માહિતી આપી હતી કે "તે બેંકના અંદરના વ્યક્તિનું કામ હોઈ શકે છે જેણે નિષ્ણાત ગુનેગારોની મદદથી ગુનો કર્યો હતો." પોલીસને શંકા છે કે ચોરોએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હશે અને તિજોરી વિસ્તાર સહિત બેંકના બાંધકામ અને આર્કિટેક્ચરથી પરિચિત થયા હશે.
પોલીસ અધિકારી બીપી જોગદંડે જણાવ્યું હતું કે બેંક અધિકારીઓને આજે સવારે લૂંટની જાણ થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બેંક અધિકારીઓને તે સુરંગ મળી હતી જેના દ્વારા ચોરો તિજોરીમાં પ્રવેશ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતો અને ડોગ સ્ક્વોડ બેંક પર પહોંચી અને ટૂંક સમયમાં તપાસ શરૂ કરી. જોગદંડે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં અનેક પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
