For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં મળ્યું કોરોનાનું સૌથી મોટું હૉટસ્પૉટ, 38 લોકોના સેમ્પલ પોઝિટિવ

દિલ્હીમાં મળ્યું કોરોનાનું સૌથી મોટું હૉટસ્પૉટ, 38 લોકોના સેમ્પલ પોઝિટિવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે. અહીં ત્રીજું સૌથી મોટું હૉટસ્પોટ સામે આવ્યું છે, જ્યાં 38 લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ મળી આવ્યું છે. દક્ષિણ દિલ્હીના તુગલકાબાદ એક્સટેંશન વિસ્તારમાં 38 લોકો કોરોના સંક્રમિત જણાયા છે. એક અધિકારીએ જણણાવ્યું કે પહેલા અહીં ત્રણ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ જણાયો હતો, જેમા એક કરિયાણાની દુકાનવાળો પણ સામેલ છે. જે બાદ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની તલાશ શરૂ કરવામાં આવી છે.

coronavirus

મેડિકલ ટીમે 94 લોકોના સેમ્પલને ટેસ્ટ માટે મોકલ્યા, જેમા 35 લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે બાદ તુલકાબાદના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં નિજામુદ્દીન સૌથી મોટો હૉટસ્પૉટ બનેલ છે. અહીં હજારો લોકોએ મરકજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાંદની મહલ દિલ્હીનો બીજું સૌથી મોટો હૉટસ્પૉટ છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 16116 લોકો કોરોનના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 519 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

હાલના કેટલાક દિવસોમાં દિલ્હીમાં કોરોના વાયરસના મામલા બહુ તેજીથી વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 1893 મામલા સામે આવી ચૂક્યા છે, જેમાંથી 72 તો ઠીક થયા છે, પરંતુ 43ના મોત થઈ ચૂક્યાં છે. આજની તારીખમાં દિલ્હીની હાલત એ છે કે અહીંના તમામ 11 જિલ્લા હૉટસ્પૉટ ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે. આ હાલાતને જોતા દિલ્હી સરકારે ફેસલો કર્યો કે તે હાલ લૉકડાઉનના નિયમોમાં કોઈ ઢીલ આપવા નથી જઈ રહ્યા. એક અઠવાડિયા બાદ ફરીથી સમીક્ષા કરવામા આવશે અને તે બાદ રાહત આપવાને લઈ કોઈ ફેસલો લેવામાં આવશે.

અમેરિકામાં કોરોના વાયરસથી 40000 લોકોના મોત, સંક્રમિતો 7.5 લાખને પારઅમેરિકામાં કોરોના વાયરસથી 40000 લોકોના મોત, સંક્રમિતો 7.5 લાખને પાર

English summary
Third biggest hotspot of coronavirus in Delhi 38 test positive of covid-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X