આ ઈલેક્ટ્રોનિક એન્જીનિયર બનવા માંગે છે કોંગ્રેસનો અધ્યક્ષ, જાણો કેમ?

આ ઈલેક્ટ્રોનિક એન્જીનિયર બનવા માંગે છે કોંગ્રેસનો અધ્યક્ષ, જાણો કેમ?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની શર્મનાક હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું, જે બાદથી પાર્ટી નવા અધ્યક્ષની તલાશમાં છે. એવામાં પુણેના 28 વર્ષીય ઈલેક્ટ્રોનિક એન્જીનિયરે પાર્ટીના અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગજાનંદ હોસલે, જે બેંગ્લોર સ્થિત એક મેન્યુફેક્ચરિંગ ફર્મમાં મેનેજરના પદ પર કાર્યરત છે તેમણે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ આ પદ માટે આવેદન પણ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ પોતાના આવેદન પત્રને શહેરની કોંગ્રેસ યૂનિટના અધ્યક્ષ રમેશ બાગવેને 23 જુલાઈએ આપશે.

ખુદ રાહુલ કહે છે પાર્ટીને યુવા નેતાની જરૂરત

ખુદ રાહુલ કહે છે પાર્ટીને યુવા નેતાની જરૂરત

ગજાનન હોસલે કહે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી હટવાને લઈ દ્રઢ છે, પાર્ટી અંદર ભ્રમની સ્થિતિ છે, આખરે આવા હાલાતમાં પાર્ટીના અધ્યક્ષ કોને બનાવવા જોઈએ, એવામાં હું આ પદ માટે મારું આવેદન આપવા માંગું છું. તેમણે કહ્યું કે હાલના સમયમાં કોંગ્રેસે ફરી પોતાના પગભેર ઉભું થવું બહુ જરૂરી છે. દેશને યુવા નેતૃત્વની જરૂરત છે. જેમ કે ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટીને યુવા નેતાની જરૂરત છે, મને લાગે છે કે પાર્ટીને ન માત્ર એક એવા નેતાની જરૂરત છે જે યુવા હોય બલકે એવા નેતાની પણ જરૂરત છે જે દિલ અને સોચથી પણ યુવાન હોય.

રાજનીતિમાં અનુભવ નથી

રાજનીતિમાં અનુભવ નથી

ગજાનન હોસલે કહે છે કે હાલના સમયમાં કોંગ્રેસ પાસે કોઈ અધ્યક્ષ નથી, આ કારણે કેટલાય કાર્યકર્તાઓ પાર્ટીથી દૂર જઈ રહ્યા છે. જેને કારણે પાર્ટીનું પ્રદર્શન બગડી રહ્યું છે. જ્યારે ગજાનન હોસલેને પૂછવામાં આવ્યું કે શું તમારી પાસે રાજનીતિમાં કોઈ અનુભવ છે, અથવા કોઈ સમાજ કે સરકાર સાથે જોડાયેલ કામ કર્યું છે તો તેમણે નામાં જાબ આપ્યો. જો કે ગજાનન હોસલેએ કહ્યું કે તેઓ ગામડાથી સંબંધ ધરાવે છે અને તેમણે કેટલાય મુદ્દે અધિકારીઓનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી રહ્યા અને ક્યારેય કોઈપણ રીતે પાર્ટી સાથે જોડાયેલા પણ નથી રહ્યા.

હું કોંગ્રેસને સંકટમાંથી બહાર કાઢી શકું

હું કોંગ્રેસને સંકટમાંથી બહાર કાઢી શકું

કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાને લઈ ગજાનન હોસલેએ કહ્યું કે તેઓ અધ્યક્ષ પદ માટે આવેદનથી પહેલા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લેશે, જે બાદ જ તેઓ આ પદ માટે આવેદન કરશે. ગજાનન હોસલેએ કહ્યું કે જો મને મોકો મળે છે તો પાર્ટી અધ્યક્ષ તરીકે મારો ભરોસો પારદર્શિતા પર હશે, મને ભોરોસો છે કે હું પાર્ટીને ફરીથી ઉભી કરી શકું છું અને હાલના સંકટથી બહાર કાઢી શકું છું, મારા પાસે આની કોઈ બ્લૂ પ્રિંટ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X