For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કોઈ યુરોપિયન કન્ટ્રી નથી પરંતુ આપણા દેશનુ જ એક ગામ છે, જાણો ક્યાં?

સોશિયલ મીડિયા પર માનવીય આર્કિટેક્ચરો એક આવો જ નમૂનો સામે આવ્યો છે જેને જોયા બાદ લોકો નજર હટાવવાનુ નામ નથી લઈ રહ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ક્યારેક-ક્યારેક માનવી એવી વસ્તુઓ બનાવી દે છે જેને જોઈને કદાચ પ્રકૃતિ પણ ચક્કર ખાઈ જાય. સોશિયલ મીડિયા પર માનવીય આર્કિટેક્ચરો એક આવો જ નમૂનો સામે આવ્યો છે જેને જોયા બાદ લોકો નજર હટાવવાનુ નામ નથી લઈ રહ્યા. કેરળમાં આવો જ એક પાર્ક બનાવવામાં આવ્યો જેને જોઈને લોકો તેને યુરોપિયન શહેર ગણાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર બધા પાર્કના ફોટા ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. માહિતી મુજબ કેરળના કરક્કડ ગામમાં બનેલા વાગભંટાનંદ પાર્કનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ પાર્કનુ ઉદઘાટન કેરળના સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર કદકમપલ્લી સુરેન્દ્રને કર્યુ હતુ. પાર્કની ડિઝાઈન પાથવે અને મૉડર્ન આર્કિટેક્ચર લોકોને ઘણુ પસંદ આવી રહ્યુ છે.

kerala

પાર્કમાં સ્ટેચ્યુ, સ્ટેજ, બેડમિન્ટન કોર્ટ, જિમ અને બાળકોને રમવા માટે અલગ પાર્ક છે. પાર્કમાં મૉડર્ન ટૉયલેટ બનાવવામાં આવ્યુ છે. આના કિનારે કિનાકે જે રસ્તા બનાવવામાં આવ્યા છે તેને વિકલાંગોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આના પર જે ટાઈલ્સ લગાવવામાં આવ્યા છે જેથી તેમને ચાલવામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. માત્ર લોકલ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકો આ સુંદર પાર્કના આર્કિટેક્ચર અને ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો આના પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે અને એકબીજા સાથે શેર કરી રહ્યા છે.

કેરળના પર્યટન મંત્રીએ આ ફોટે શેર કર્યો અને કહ્યુ કે મે પરિવર્તનોને પ્રકાશમાં લાવવા માટે પુનર્વિકાસ પહેલા અને બાદમાં ગામના ફોટા પણ શેર કર્યા. તેમણે કહ્યુ કે આ માત્ર સ્થાનિક નિવાસીઓના સહયોગ અને સક્રિય ભાગીદારીથી સંભવ હતુ. તેમણે કહ્યુ કે મને ખબર છે કે આ પાર્કના નવીનીકરણમાં સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી હતી. ડિઝાઈનિગની શરૂઆતથી નવીનીકરણ ગતિવિધિઓનુ સંચાલન સ્થાનિક લોકો અને તેમના વિસ્તારના મંતવ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ દરેક અમેરિકનોની જેમ હું પણ હિંસાથી નારાજ છુ, નવી સરકાર પર કહી આ વાતડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ દરેક અમેરિકનોની જેમ હું પણ હિંસાથી નારાજ છુ, નવી સરકાર પર કહી આ વાત

English summary
This is not European city but the village of our country! Photos of newly-built park impresses people online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X