T20 World Cup : T20 વર્લ્ડકપ અને વિવાદોને જુનો નાતો છે, આ છે 5 મૌથી મોટા વિવાદ!
T20 વર્લ્ડકપ હાલ રોમાંચક માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ મોટી ટીમો સેમીફાઈનલ માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ ભારત આ વખતે તેનું ઉત્તમ પ્રદર્શન દેખાડી રહ્યુ છે.
T20 વર્લ્ડકપ હાલ રોમાંચક માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ મોટી ટીમો સેમીફાઈનલ માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ ભારત આ વખતે તેનું ઉત્તમ પ્રદર્શન દેખાડી રહ્યુ છે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે વિવાદો પણ ઉભા થઈ રહ્યા છે. આમ પણ ટી20 વર્લ્ડકપ અને વિવાદને જુનો નાતો છે. આજે આપણે ટી20 વર્લ્ડકપ સાથે જોડાયેલા સૌથી મોટા વિવાદોની વાત કરવાના છીએ.

યુવરાજ સિંહ અને એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ વચ્ચે વિવાદ
ટી20 વર્લ્ડ કપમાં સૌથી પહેલો વિવાદ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહ સાથે જોડાયેલો છે. યુવરાજ સિંહ અને ઈંગ્લેન્ડના એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ વચ્ચે બોલાચાલી થઈ હતી. ફ્લિન્ટોફ સાથે બબાલ થયા બાદ યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી દીધી હતી.

એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ટીમના નિયમો તોડ્યા
T20 વર્લ્ડ કપ 2009 દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ વિવાદોમાં ફસાયો હતોતા. એન્ડ્રુ સાયમન્ડ્સે આલ્કોહોલ અને અન્ય બાબતે ટીમના નિયમો તોડ્યા હતા. આ ઘટના બાદ તેને ઓસ્ટ્રેલિયા પરત મોકલી દેવામાં આવ્યો હતો.

ઝિમ્બાબ્વેની ટીમ વર્લ્ડકપમાંથી ખસી ગઈ
વર્ષ 2009માં ઝિમ્બાબ્વેની ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી જ ખસી ગઈ હતી. તત્કાલિન બ્રિટિશ સરકાર અને ઝિમ્બાબ્વે વચ્ચે રાજકીય વિવાદને લઈને નિર્ણય લેવાયો હતો. રાજનીતિનો ભોગ ટીમને બનવું પડ્યું હતું.

હિમાચલ સરકારે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો
T20 વર્લ્ડ કપ 2016માં હિમાચલ સરકારે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાને ICC પાસે સ્થળ બદલવાની માંગ કરી હતી. આ વિવાદ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતામાં મેચ યોજાઈ હતી.

ક્વિન્ટન ડી કોક વિવાદોમાં ઘેરાયો
ગયા T20 વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકન ખેલાડી ક્વિન્ટન ડી કોક વિવાદોમાં ઘેરાયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ટીમની મેચમાંથી પોતાને બહાર કરી દીધો હતો. પાછળથી સામે આવ્યું હતું કે ડીકોક ઘૂંટણિયે પડવા તૈયાર ન હતો, જે જાતિવાદ સામે તેનો પ્રતીકાત્મક વિરોધ હતો. બાદમાં તેણે માફી માંગી હતી.












Click it and Unblock the Notifications
