મહારાષ્ટ્રમાં આ દિગ્ગજોની પ્રતિષ્ઠા છે દાવ પર

નવી દિલ્હી, 15 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે તે પણ પોતાના ગામથી. સાતારાની દક્ષિણી કરાડ સીટ પરથી પૃથ્વીરાજ ચૌહાણની કિસ્મત દાવ પર છે.

મહારાષ્ટ્રમાં ભાજપના સૌથી મોટા નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદારોમાં સૌથી મોટું નામ દેવેન્દ્ર ફડણવીસની પ્રતિષ્ઠા પણ આ ચૂંટણીમાં દાવ પર છે. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્વિમ સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં ભાજપનો બીજો મોટો ચહેરો અને મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નેતા વિપક્ષ રહી ચૂકેલા વિનોદ તાવડે પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે. બોરિવલી સીટ પરથી તાવડેની પ્રતિષ્ઠા દાવ પર છે.

કોંગ્રેસ-એનસીપી સરકારમાં ગૃહમંત્રી રહી ચૂકેલા એનસીપીના મોટા નેતા આર આર પાટીલની કિસ્મત પણ આ વખતે દાવ પર છે. આર આર પાટીલ સાંગલી જિલ્લાની તાસગાંવથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.એનસીપીના મોટા નેતા અને ક્યારેક મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી રહી ચૂકેલા ભુજબળની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. ભુજબળ નાસિકના યેવલા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

બાંદ્રા સીટ પરથી કોંગ્રેસના ત્રણ વખત ધારાસભ્ય બાબા સિદ્દીકીની પ્રતિષ્ઠા આ સીટ પરથી દાવ પર છે. આ ઉપરાંત સુશીલ કુમાર શિંદેની પુત્રી સોલાપુર સિટી સેંટ્રલની ધારાસભ્ય પ્રણીતિ શિંદે પણ આ વિધાનસભા સીટ પરથી કિસ્મત અજમાવી રહી છે. ઘાટકોપર પશ્વિમથી એમએનએસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્ય રામ કદમની પ્રતિષ્ઠા દાવ પર છે.

shinde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X