For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નવી રાજનૈતિક પાર્ટીએ "આપ" ની મુસીબત વધારી

દિલ્હીની સત્તા પર બેસેલા આમ આદમી પાર્ટી માટે એક નવી રાજનૈતિક પાર્ટી મુસીબત બનીને આવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીની સત્તા પર બેસેલા આમ આદમી પાર્ટી માટે એક નવી રાજનૈતિક પાર્ટી મુસીબત બનીને આવી છે. આ નવી પાર્ટીથી આમ આદમી પાર્ટી એટલી પરેશાન છે કે તેઓ દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચી ગયા છે. ખરેખર આ નવી પાર્ટીનું ચિન્હ ઝાડુ જ છે અને નામ પણ આપ (આપકી અપની પાર્ટી - પીપલ્સ) છે. આ નવી પાર્ટીએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ લોકસભા ચૂંટણીમાં 5 ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે.

arvind kejriwal

આપકી અપની પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવેલા રામબીર ચૌહાણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારો એકમાત્ર ઉદેશ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના જુઠાણાઓને બહાર લાવવાનો છે. તેમને કહ્યું કે તેઓ દિલ્હીની બધી જ સાતો સીટો પર ચૂંટણી લડશે અને અરવિંદ કેજરીવાલને શુન્ય પર લાવશે.

આ પણ વાંચો: આપ અને કોંગ્રેસ વચ્ચે આ શરતો પર ગઠબંધનનો રસ્તો નક્કી: સૂત્ર

જયારે આમ આદમી પાર્ટીએ નવી રાજનૈતિક પાર્ટી આપકી અપની પાર્ટીના પંજીકરણ પર આપતી વ્યકત કરતા જણાવ્યું કે બંને પાર્ટીઓનું એક જ નામ અને એક જ ચૂંટણી ચિન્હ હોવાથી મતદાતાઓ કન્ફ્યુઝ થઇ જશે. આમ આદમી પાર્ટીએ નવી પાર્ટીના પંજીકરણને કેન્સલ કરવાની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે રામબીર બસપાના પૂર્વ સદસ્ય રહી ચુક્યા છે અને તેમને બુરાડીમાં વર્ષ 2015 દરમિયાન વિધાનસભા ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીની ફરિયાદ પર તેમને કહ્યું કે 25 કરતા પણ વધારે પાર્ટીઓ છે, જે ભાજપને સમાન છે. અમારી પાર્ટી એકલી જ નથી, ઓછામાં ઓછા 6 રાજનૈતિક દળો પાસે "આપ" નું ટૂંકું નામ છે.

આ પણ વાંચો: દરેક ગરીબને 72 હજાર આપવા માટે ક્યાંથી આવશે ફંડ? છાત્રના સવાલનો રાહુલે આપ્યો જવાબ

English summary
this new political party is a problem for aap, says- will beat kejriwal in loksabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X