દરેક ગરીબને 72 હજાર આપવા માટે ક્યાંથી આવશે ફંડ? છાત્રના સવાલનો રાહુલે આપ્યો જવાબ
એક છાત્રએ રાહુલ ગાંધીને પૂછ્યુ કે તે દરેક ગરીબને 72 હજાર રૂપિયા આપવા માટે ફંડ ક્યાંથી લાવશે જેનો જવાબ પણ રાહુલે આપ્યો.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના પૂણેમાં છાત્રો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ છાત્રોના સવાલોના જવાબ પણ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'તે જૂઠ નથી બોલતા તે માત્ર સાચુ બોલે છે. તેમણે કહ્યુ કે તે ખોખલા વચનો આપવાનું પસંદ નથી કરતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે ઘણી વાર જ્યારે સાચુ બોલુ છુ ત્યારે તે રોમાંચક નથી હોતુ.' આ સંવાદ કાર્યક્રમ દરમિયાન એક છાત્રએ રાહુલ ગાંધીને પૂછ્યુ કે તે દરેક ગરીબને 72 હજાર રૂપિયા આપવા માટે ફંડ ક્યાંથી લાવશે જેનો જવાબ પણ રાહુલે આપ્યો.

‘દરેક ગરીબને 72 હજાર આપવા માટે ક્યાંથી આવશે ફંડ?'
રાહુલ ગાંધીએ કહ્યુ કે 35 હજાર કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દેવામાં આવ્યા જેમાં નીરવ મોદી, માલ્યા અને મેહુલ ચોક્સી અને અનિલ અંબાણી જેવા લોકો શામેલ છે. રાહુલે કહ્યુ, ‘અમે જેવા લોકોને 72 હજાર કરોડ રૂપિયા આપીશુ, તે વધારે વસ્તુઓ ખરીદશે અને આનાથી વધુ વસ્તુઓ વેચાશે, સરકારને વધુ પૈસા મળશે. આનાથી અમે વધુ પૈસા જમા કરીશુ.'

અમે ખોટા વચનો નથી આપતા - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે ન્યાય યોજના દ્વારા ગરીબોના પૈસા આપવામાં આવશે પરંતુ મધ્યમ વર્ગ પર કોઈ વધારાનો બોજ નહી નાખવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આના માટે ટેક્સ વધારવામાં નહિ આવે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘જો હું કહુ છુ કે અમે 5 કરોડ પરિવારોને 72 હજાર રૂપિયા આપીશુ તે થશે. અમે લોકોને ખોટા વચનો નથી આપ્યા.' આ ઉપરાંત રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં કહ્યુ કે 22 લાખ સરકારી પદો ખાલી છે. આપણે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે પાયાગત ઢાંચાનું નિર્માણ કરવાની જરૂર છે અને આ ખાલી જગ્યાઓને ભરવાથી પૂરુ થશે.

છાત્રએ પૂછ્યુ - ઘોષણાપત્રમાં કરાયેલા વચન કેવી રીતે પૂરા કરીશુ?
આ દરમિયાન એક છાત્રએ રાહુલ ગાંધીને પૂછ્યુ કે ઘોષણાપત્રમાં જે કંઈ પણ આપવામાં આવ્યુ છે તે કેવી રીતે સંભવ બનશે? આના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ, ‘કોંગ્રેસના ઘોષણાપત્રમાં જે પણ વસ્તુઓ આપવામાં આવી છે તે જનતાના મંતવ્ય અને પ્લાનિંગ બાદ શામેલ કરવામાં આવી છે. અમે લોકો હજારો લોકો પાસે ગયા અને નિષ્ણાતોની અભિપ્રાય લીધા. ત્યારબાદ પાર્ટીનું આ ઘોષણાપત્ર બનાવ્યુ. આ ભારતની જનતા તરફથી આવ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આ બધુ ક્યારે અને કેવી રીતે થશે,કેવી રીતે પૈસા આવશે, કેવી રીતે આ લાગુ આવશે, બધુ નક્કી કરવામાં આવ્યુ છે.' રાહુલ ગાંધીએ રાજકારણમાં મહિલાઓના ભવિષ્યના સવાલ પર કહ્યુ કે દરેક ક્ષેત્રમાં 33 ટકા અનામત તેમના માટે હશે, જેમાં સંસદ, વિધાનસભા અને નોકરીઓ પણ શામેલ છે.












Click it and Unblock the Notifications
