For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વેક્સિન છે ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટ સામે વધુ અસરકારક, જાણો શું કહે છે ICMR?

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેકની કોવિડ રસી 'કોવેક્સિન' આ ગત અઠવાડિયે બહાર આવેલા અત્યંત પરિવર્તનશીલ ઓમિક્રોન વેરિઅન્ટ સામે વધુ અસરકારક હોય શકે છે.

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેકની કોવિડ રસી 'કોવેક્સિન' આ ગત અઠવાડિયે બહાર આવેલા અત્યંત પરિવર્તનશીલ ઓમિક્રોન વેરિઅન્ટ સામે વધુ અસરકારક હોય શકે છે.

નામ ન આપવાની શરતે એક અધિકારી દ્વારા જણાવાયું હતું કે, કોવેક્સિન અન્ય ઉપલબ્ધ રસીઓની તુલનામાં ઓમિક્રોન સામે વધુ અસરકારક હોવાની સંભાવના છે. કોવેક્સિન એક વીરિયન-ઇનએક્ટિવ વેક્સિન વાયરસના તમામ વેરિયન્ટને આવરી લે છે અને આ અત્યંત પરિવર્તિત નવા પ્રકાર સામે કામ કરી શકે છે.

વધુ સેમ્પલ કલેક્શન અને રિપોર્ટ ન થાય ત્યાં સુધી બેદરકાર ન રહો

વધુ સેમ્પલ કલેક્શન અને રિપોર્ટ ન થાય ત્યાં સુધી બેદરકાર ન રહો

કોવેક્સિન એ આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા જેવા અન્ય પ્રકારો સામે પણ અસરકારક હોવાનું જણાયું હતું, તેથી અમે અપેક્ષા રાખી શકીએ છીએ કે, તે નવા પ્રકાર સામેપણ અસરકારક રહેશે.

અન્ય એક ICMR અધિકારીએ જણાવ્યું હતું. જો કે, અધિકારીએ વધુ સેમ્પલ કલેક્શન અને રિપોર્ટ ન થાય ત્યાં સુધી આ સામે બેદરકાર નરહેવા ચેતવણી આપી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે અપેક્ષા રાખીએ છીએ કે, તે રક્ષણ પૂરું પાડે, એકવાર અમે સેમ્પલ્સ કલેક્ટ કર્યા બાદ, અમે પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફવાયરોલોજી (NIV) ખાતે રસીની અસરકારકતાનું પરીક્ષણ કરીશું".

અહેવાલમાં કંપનીના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ રસી વુહાનમાં શોધાયેલ મૂળ વેરિઅન્ટ વિરુદ્ધ વિકસાવવામાં આવી હતી અને "સાબીત કરી બતાવ્યુંછે કે, તે અન્ય વેરિયન્ટ સામે કામ કરી શકે છે" આ રસી પર આગળ સંશોધન ચાલુ છે.

તમામ એન્ટિજેન્સ અને એપિટોપ્સને આવરી લે છે, તે ઓમિક્રોન સામે વધુ સારી સુરક્ષા આપી શકે છે

તમામ એન્ટિજેન્સ અને એપિટોપ્સને આવરી લે છે, તે ઓમિક્રોન સામે વધુ સારી સુરક્ષા આપી શકે છે

વોકહાર્ટ હોસ્પિટલના કેદાર તોરસકરે પણ કહ્યું કે, સૈદ્ધાંતિક રીતે કારણ કે કોવેક્સિન માત્ર સ્પાઇક પ્રોટીન જેમ કે mRNA (મોડેર્ના, ફાઇઝર) અને એડેનોવેક્ટર રસીઓ(સ્પુટનિક, એસ્ટ્રાઝેનેકા)ને બદલે તમામ એન્ટિજેન્સ અને એપિટોપ્સને આવરી લે છે, તે ઓમિક્રોન સામે વધુ સારી સુરક્ષા આપી શકે છે, પરંતુ તે માટે વધુ સંશોધન અનેપરીક્ષણની જરૂર હતી.

મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવે છે

મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવે છે

AIIMSના વડા ડો. રણદીપ ગુલેરિયાએ આ અગાઉ જણાવ્યું હતું કે, ઓમિક્રોનમાં સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30થી વધુ મ્યુટેશન છે, જે તેને રોગપ્રતિકારક એસ્કેપ

મિકેનિઝમ વિકસાવવાની ક્ષમતા આપે છે, અને રસીની અસરકારકતાનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું આવશ્યક છે. સ્પાઇક પ્રોટીનની હાજરી યજમાન કોષમાં વાયરસના

પ્રવેશમાં મદદ કરે છે, તેને સંક્રમિત કરે છે અને સંક્રમણનું કારણ બને છે. કારણ કે, મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવે છે, સ્પાઇક પ્રોટીન

પ્રદેશમાં ઘણા પરિવર્તનો કોવિડ 19 રસીની અસરકારકતામાં ઘટાડા તરફ દોરી શકે છે.

English summary
This vaccine is more effective against Omicron Covid Variant, know what ICMR says?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X