For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે દેશના જવાનો માટે સપ્લાઈ ટ્રેનો રોકી રહ્યા છે તે ખેડૂત ન હોઈ શકેઃ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર

ખેડ઼ૂતોને સમજાવવા સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Agriculture Minister Narendra Singh Tomar Letter on Farmers Protest: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન 22 દિવસોથી ચાલુ છે. ગુરુવારે(17 ડિસેમ્બર) કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે આઠ પાનાંનો એક ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ખેડ઼ૂતોને સમજાવવાની કોશિશ કરી છે કે નવા કાયદાથી ખેડૂતોને કેવી રીતે ફાયદો મળવાનો છે. ખેડ઼ૂતોને સમજાવવા સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર નિશાન સાધ્યુ છે.

જવાનોને સપ્લાઈ કરતી ટ્રેનને રોકનારા ખેડૂતો ન હોઈ શકે

જવાનોને સપ્લાઈ કરતી ટ્રેનને રોકનારા ખેડૂતો ન હોઈ શકે

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ છે કે વિપક્ષી દળોએ નિર્દોષ ખેડૂતોને તેમની રાજનીતિની કઠપૂતળી બનાવી દીધા છે. દિલ્લીની અલગ અલગ સીમા પર છેલ્લા 22 દિવસોથી ચાલી રહેલ ખેડૂત આંદોલન પર પોતાના પત્રમાં નરેન્દ્ર સિંહ તોમરે લખ્યુ કે સીમા પર દેશના જવાનો(સૈનિકો)ને સપ્લાઈ કરતી ટ્રેનને રોકનારા ખેડૂતો ન હોઈ શકે. તે પણ ખાસ કરીને એવા સમયે જ્યારે લદ્દાખમાં સ્થિતિ પડકારરૂપ છે.

ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનુ એલાન કરનારા લોકોના ઈરાદા જાણવા પડશે

ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનુ એલાન કરનારા લોકોના ઈરાદા જાણવા પડશે

ખેડૂતોને લખેલા ઓપન લેટરમાં સાતમાં પાનાંમાં નરેન્દ્રસિંહ તોમરે લખ્યુ છે કે જ્યારે દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે તો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનુ એલાન કરનારા આ લોકોના ઈરાદા જાણવા પડશે. તેમણે કહ્યુ કે જ્યારે લેહ-લદ્દાખમાં સીમા પર સુરક્ષાના પડકારો વધી ગયા હોય, જ્યારે ઘણા ફૂટ બરફ પડ્યો હોય તો સીમા તરફ જવાનો માટે લઈ જવામાં આવતી સપ્લાઈ ટ્રેનોને રોકનાર આ લોકો ખેડૂત ના હોઈ શકે.

આ લોકો ફરીથી સન 62ના ભાષા બોલી રહ્યા છે

આ લોકો ફરીથી સન 62ના ભાષા બોલી રહ્યા છે

નરેન્દ્ર સિંહ તોમરે લખ્યુ કે આ લોકોના કારણે આપણે પોતાના સૈનિકો સુધી જરૂરી સામાન હવાઈ માર્ગ તેમજ અન્ય સાધનોથી પહોંચાડવો પડી રહ્યો છે. જનતાની કમાણી આ વૈકલ્પિક વ્યવસ્થામાં લાગી રહી છે. નરેન્દ્ર સિંહ તોમરે લખ્યુ કે પડદા પાછળ છૂપાઈને ખેડૂતોને ગુમરાહ કરનારા આ લોકોની વિચારધાર સન 62ની લડાઈમાં પણ દેશ સાથે નહોતી. આજે આ લોકો ફરીથી સન 62ના ભાષા બોલી રહ્યા છે.

ઠંડીથી કાંપ્યુ ઉત્તર ભારત, શરદીએ તોડ્યો 10 વર્ષનો રેકૉર્ડઠંડીથી કાંપ્યુ ઉત્તર ભારત, શરદીએ તોડ્યો 10 વર્ષનો રેકૉર્ડ

English summary
Those who stopping supply trains to soldiers can’t be farmer: Agriculture Minister Narendra Singh Tomar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X