For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોના સમર્થનમાં હજારો મહિલાઓ ટિકરી બોર્ડરે પહોંચી

ખેડૂતોના સમર્થનમાં હજારો મહિલાઓ ટિકરી બોર્ડરે પહોંચી

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પંજાબ-હરિયાણાની 40 હજાર મહિલાઓ કૃષિ કાયદાના વિરોધમાં ટિકરી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરવા પહોંચી છે.

Farmers Protest

જેમાંથી એક મહિલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'કેન્દ્ર સરકારને કૃષિ કાયદા પાછા ખેંચવાની અમારી અપીલ છે.' નોંધનીય છે કે ટિકરી, સિંધૂ અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતો 100 દિવસથી કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ બધી મહિલાઓ ટ્રેક્ટર- ટૉલીમાં બેસીને દિલ્હીની સીમા સુધી પહોંચી છે, જેમાંથી કેટલીક મહિલાઓએ ખુદ ટ્રેક્ટર ચલાવ્યું.

મહિલા દિવસના અવસર પર ધરણા પ્રદર્શન સ્થળ પર આ મહિલાઓ સરકારને પડકાર ફેંકશે. મહિલાઓનું ટિકરી બોર્ડર પર આગમનને લઈને ખેડૂત નેતાઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કૃષિ અને આપણા જીવનમાં મહિલાઓની ભૂમિકા સ્વીકારવા માટે અને આ દિવસને મનાવવા માટે અહીં પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અવસર પર સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ખેડૂત આંદોલન દરમ્યાન સંયુક્ત કિસાન મોર્ચાએ મહિલા શક્તિને હંમેશાથી મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલાઓ તમામ સ્થળો પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે પછી તે ટોલ હોય કે સ્થાયી વિરોધ સ્થળ. આજે તેમનો દિવસ છે.

આ ઉપરાંત ખેડૂત સંગઠનોએ દાવો કર્યો કે જે મહિલાઓ આજે દિલ્હી પહોંચી છે તે મુખ્ય રૂપે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશથી છે અને તેમની સંખ્યા લગભગ 40 હજાર છે. જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોની મહિલા વિંગ પણ છે, જેમાંથી ભારતીય કિસાન યૂનિયન સૌથી મોટી વિંગ છે.

Women's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે બનાવ્યુ ખાસ એનિમેટેડ ડૂડલ, બતાવી નારી શક્તિની ઝલકWomen's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે બનાવ્યુ ખાસ એનિમેટેડ ડૂડલ, બતાવી નારી શક્તિની ઝલક

કિસાન નેતાઓએ કહ્યું કે આ તમામ મહિલાઓ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવશે અને તે બાદ પોતાના ઘર અને ખેતીની દેખભાળ માટે પોતાના ઘરે પરત ફરશે.

English summary
Thousands of women reached the Tikri border in support of the farmers. ખેડૂતોના સમર્થનમાં હજારો મહિલાઓ ટિકરી બોર્ડરે પહોંચી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X