જયપુરમાં 13 જૂને શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરવાની ધમકી

jaipur-rajasthan
જયપુર, 7 જૂન : દેશમાં હજી નક્સલવાદની ઘટના તાજી છે ત્યારે આતંકવાદીઓએ આતંક ફેલાવવાની નવી યોજના બનાવી લીધી છે. રાજસ્થાનમાં પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરને રક્તરંજિત કરી લાલ કરી દેવાની ધમકી આતંકવાદીઓએ આપી છે.

જયપુર શહેરના પોલીસ કમિશનરને ગુરુવાર 6 જૂન, 2013ના રોજ મળેલા એક ઈમેલમાં એવી ધમકી આપવામાં આવી છે કે આવી હતી કે 13 જૂને શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટો કરીને શહેરને હચમચાવી મૂકવામાં આવશે.

પોલીસ કમિશનર બીજૂ જ્યોર્જ જોસેફે એવો દાવો પણ કર્યો છે કે ઈમેલ મોકલનારનો પત્તો લાગી ગયો છે અને ટૂંક સમયમાં જ એને પકડી લેવામાં આવશે. સૂત્રોના કહેવા મુજબ, ઈમેલ મોકલનાર શખ્સ જયપુરના વૈશાલીનગર વિસ્તારનો રહેવાસી છે.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનું કહેવું છે કે ઈમેલ કોઈક આતંકવાદી સંગઠન વતી મોકલવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. દરમિયાન, પોલીસ ચાંદપોલ બજારમાં ટિફિન બોમ્બ સાથે નજરે પડેલા બે શંકાસ્પદ યુવકની શોધ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X