For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયાના શ્રેષ્ઠ રેસ્ટોરામાં ત્રણ દિલ્હીના

|
Google Oneindia Gujarati News

india-gate
નવી દિલ્હી, 26 મેઃ અપરાધોની રાજધાની તરીકે દિલ્હી ભલે વિશ્વફલક પર બદનામ થયું હયું પરંતુ ખાણી-પીણીની દ્રષ્ટિએ દિલ્હીએ તમામનું દિલ જીતી લીધું છે, તેનું તાજુ ઉદાહરણ તાજેતરમાં બહાર પાડવામાં આવેલી એક યાદી પરથી ફલીત થાય છે. દિલ્હીના ત્રણ રેસ્ટોરાંનો વર્ષ 2013 માટે એશિયાના 101 શ્રેષ્ઠ રેસ્ટોરાંની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તાજ મહલ હોટલના વરકને આ યાદીમાં છઠ્ઠુ સ્થાન હાસલ થયું છે. ત્યાં ભારતીય રસોઇ પીરસે છે. લજીજ ઉત્તમ ભારતીય વ્યંજન પીરસનાર આઇટીસી મોર્યાના બુખારાને 24મુ સ્થાન મળ્યું છે. તાજ પેલે હોટલના ઓરિએન્ટ એક્સપ્રેસને આ યાદીમાં 55મું સ્થાન મળ્યું છે. જે ફ્રાન્સીસી રસોઇ માટે વિખ્યાત છે.

દિલ્હી ઉપરાંત આ યાદીમાં મુબંઇનો ઇન્ડિગો અને બેંગ્લોરના કરાવલીને પણ સ્થાન મળ્યું છે. જેમા પહેલુ રેસ્ટોરાં આધુનિક યુરોપીય રસોઇ અને બીજુ રેસ્ટોરાં ભારતીય રસોઇ માટે પ્રસિદ્ધ છે. આ રેસ્ટોરાંની શ્રેણી તેમની રાંધવાની શૈલી, સ્ટાઇલ, સજાવટ, સેવા અને મુલ્યના આધારે નક્કી કરવામાં આવી છે. આ યાદી ન્યુયોર્કની આહાર સંબંધી એક વેબસાઇટ ધ ડેલી મીલે તૈયાર કરી છે.

English summary
Three of the capital's tony eateries are among a list of 101 Best Restaurants in Asia 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X