For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મોટી ખુશ ખબર

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીતની આશાએ કાર્યકર્તાઓની અંદર એક નવો જુસ્સો ભરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીતની આશાએ કાર્યકર્તાઓની અંદર એક નવો જુસ્સો ભરી દીધો છે. કોંગ્રેસ પાર્ટી તેમનો જનાધાર વધારવા માટે દરેક સ્તરે કામ કરી રહી છે. પાર્ટીની યુથ વિંગે ફક્ત 45 દિવસમાં ત્રણ લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડીને બધાને ચોંકાવી દીધા છે. તેમાં સૌથી વધારે અગત્યની બાબત છે કે યુવાઓ ઘ્વારા કોંગ્રેસમાં સૌથી વધારે વિશ્વાસ દાખવવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા સૌથી વધારે યુવા છે.

આ પણ વાંચો: Me Too ના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધીઃ 'હવે બદલાવનો સમય આવી ગયો છે'

બધી જ વિપક્ષી પાર્ટીઓ માટે ખતરાનો સંકેત

બધી જ વિપક્ષી પાર્ટીઓ માટે ખતરાનો સંકેત

એબીપી ન્યૂઝની એક ખબર અનુસાર યુથ કોંગ્રેસની મધ્ય અને પૂર્વી યુપીની ટીમ ખુબ જ સક્રિય છે. કાનપુરમાં સૌથી વધારે યુવાઓ ઘ્વારા યુથ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં બધી જ વિપક્ષી પાર્ટીઓ માટે ખતરાનો સંકેત છે. ફક્ત દોઢ મહિનામાં ત્રણ લાખ નવા કાર્યકર્તાઓને જોડવું પાર્ટીના આવનારા ઈલેક્શન માટે અગત્યનું સાબિત થઇ શકે છે. કોંગ્રેસની આ ઉપલબ્ધી સપા અને બસપા માટે ખતરા સમાન છે.

યુપીમાં કૉંગ્રેસ જૂથવાદની શિકાર

યુપીમાં કૉંગ્રેસ જૂથવાદની શિકાર

હાલમાં રાજ બબ્બર યુપીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. યુપીમાં કૉંગ્રેસ જૂથવાદની શિકાર છે. રાજ્યમાં કોંગ્રેસ વહેંચાઈ ચુકી છે. હાલમાં જ એક કાર્યક્રમમાં બે જૂથોના કોંગ્રેસ કાર્યકર્તાઓ અંદર અંદર લડ્યા હતા. રાજ બબ્બરનાં નેતૃત્વમાં યુપીમાં કોંગ્રેસ પાર્ટી ઘણી સક્રિય થઇ રહી છે. રાજ બબ્બરનાં નેતૃત્વમાં યુપીમાં કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર સરકારને ઘેરી રહી છે.

પશ્ચિમ યુપીમાં જનાધાર વધારવાની કોશિશમાં કોંગ્રેસ

પશ્ચિમ યુપીમાં જનાધાર વધારવાની કોશિશમાં કોંગ્રેસ

બીજી બાજુ કોંગ્રેસ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં પોતાની વોટ બેંક મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. કોંગ્રેસ ભૂમિ અધિગ્રહણ મામલે ખેડૂતોને સમર્થન કરી રહી છે.

English summary
three lakh new workers joins congress last 45 day in uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X