Me Too ના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધીઃ ‘હવે બદલાવનો સમય આવી ગયો છે'
દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ કે હવે સમય આવી ગયો છે.
દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ કે હવે સમય આવી ગયો છે જ્યારે બધી મહિલાઓ સાથે આદર અને સમ્માનથી રહેતા શીખી જાવ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે બદલાવ લાવવા માટે સત્યને બૂમો પાડીને બોલવાની જરૂર છે. રાહુલ ગાંધી પહેલા મોટા નેતા છે જેમણે #MeToo અભિયાનના સમર્થનમાં બોલ્યુ છે.

ગયા એક સપ્તાહથી સોશિયલ મીડિયા પર #MeToo અભિયાન ચાલી રહ્યુ છે. એક વર્ષ પહેલા અમેરિકામાં યૌન શોષણ પીડિતો માટે શરૂ થયેલા આ અભિયાને હાલમાં ભારતમાં જોર પકડ્યુ છે. રાહુલ ગાંધીએ આ અભિયાનનું સમર્થન કરીને શુક્રવારે ટ્વિટર પર લખ્યુ, 'હવે સમય આવી ગયો છે જ્યારે બધી મહિલાઓ સાથે આદર અને સમ્માનથી રહેતા શીખી જાવ. મને ખુશી છે કે જે લોકો આવુ નથી કરતા તેમની જગ્યા ઘટી રહી છે. બદલાવ લાવવા માટે સત્યને બૂમો પાડીને બોલવુ જરૂરી છે.'
It’s about time everyone learns to treat women with respect and dignity.
— Rahul Gandhi (@RahulGandhi) 12 October 2018
I’m glad the space for those who don't, is closing. The truth needs to be told loud and clear in order to bring about change. #MeToo
ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈ રાજકારણીઓ સુધીના નામ યૌન શોષણના કેસોમાં આવ્યા છે. આમાં વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પણ શામેલ છે. જેના પર 7 મહિલા પત્રકારોએ જર્નાલિઝમ દરમિયાન યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. એમજે અકબર પર લાગેલા યૌન શોષણના આરોપો બાદ વિપક્ષે તેમનું રાજીનામુ માંગ્યુ છે. સૂત્રો અનુસાર અકબર પોતાની વિદેશ યાત્રાથી પાછા આવીને પદ અને પાર્ટીમાંથી પોતાનું રાજીનામુ સોંપી શકે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
