For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICMRના મહાનિર્દેશકની રાજ્ય સરકારોને સલાહ, આ ત્રણ શરતો પૂરી થવા પર જ લૉકડાઉનમાં આપવામાં આવે છૂટ

ICMRના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે એ ત્રણ શરતો જણાવી છે જેના પૂરી થવા પર જ રાજ્ય સરકારો જો પ્રતિબંધોમાં ઢીલ આપે તો વધુ સારુ રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં દેશના લગભગ બધા રાજ્ય લગભગ દોઢ મહિનાના લૉકડાઉન કે કર્ફ્યુમાંથી હવે ધીમે ધીમે અનલૉક તરફ આગળ વધી રહ્યા છે. 1 જૂનથી ઘણી રાજ્ય સરકારેએ પોત-પોતાના રાજ્યોમાં કોરોનાની સ્થિતિને જોતા પ્રતિબંધોમાં ઢીલ આપવાનુ શરૂ કરી દીધુ છે. આ દરમિયાન ICMRના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે એ ત્રણ શરતો જણાવી છે જેના પૂરી થવા પર જ રાજ્ય સરકારો જો પ્રતિબંધોમાં ઢીલ આપે તો સારુ રહેશે. બલરામ ભાર્ગવે કહ્યુ છે કે રાજ્ય સરકારો આ ત્રણ શરતો પૂરી થવા પર જ અનલૉકનો નિર્ણય લેવો જોઈએ.

unlock

આ ત્રણ શરતો પૂરી થવી જરૂરી

ડૉક્ટર ભાર્ગવના જણાવ્યા મુજબ રાજ્યને અનલૉક કરતા પહેલા રાજ્ય સરકારે એક સપ્તાહના પૉઝિટિવિટી રેટ પર જરૂર ધ્યાન આપવુ, જો તે 5 ટકાથી નીચ હોય તો તે ઘણી સારી વાત છે. આ ઉપરાંત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારા લોકો કે કમ્યુનિટીના 70 ટકા રસીકરણ થઈ ગયુ હોય અને છેલ્લે કમ્યુનિટીએ પોતાની જવાબદારી સમજવી પડશે. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાજ્ય સરકાર આ ત્રણ શરતોના પૂરા થવા પર જ છૂટ આપવાનો નિર્ણય લે.

ડિસેમ્બર સુધી આખી વસ્તીને રસી લગાવવાનુ છે લક્ષ્ય

ICMR મહાનિર્દેશકે જણાવ્યુ કે અત્યારે કોરોનાની બીજી લહેરની પીક ખતમ થઈ છે પરંતુ ત્રીજી લહેરની પણ ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે તો એવામાં ત્રીજી લહેરને ઘાતક થતી રોકવામાં આ ત્રણ શરતો ઘણી મહત્વની રહેશે. તેમણે કહ્યુ કે 5 ટકાથી ઓછા પૉઝિટિવિટી રેટવાળા જિલ્લાઓને થોડા ખોલવા જોઈએ. તેમણે કહ્યુ કે રાજ્ય સરકારોએ એ પણ સુનિશ્ચિત કરવુ જોઈએ કે નબળી વસ્તીના ઓછામાં ઓછા 70 ટકા રસીકરણ થઈ ગયુ હોય અને જો આવુ ન થયુ હોય તો રસીકરણની ગતિ વધારવી પડશે. ડૉક્ટર ભાર્ગવે જણાવ્યુ કે ડિસેમ્બર સુધી અમારુ લક્ષ્ય આખી વસ્તીને રસી આપવાની છે.

English summary
Three point plan for unlocking to State govt by ICMR chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X