આજે પણ આંધી-તોફાનનો કહેર વરસી શકે છે, આ રાજ્યોમાં એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે સોમવારે દેશના ઘણા ભાગોમાં આંધી-તોફાન આવી શકે છે.
રવિવારો આવેલા આંધી-તોફાને આખા દેશમાં તબાહી મચાવી દીધી છે. ઉત્તરથી લઈને દણિણ અને પૂર્વથી લઈને પશ્ચિમમાં આ તોફાનના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણીમાં જણાવવામાં આવ્યુ છે કે આ કહેર સોમવારે પણ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે સોમવારે દેશના ઘણા ભાગોમાં આંધી-તોફાન આવી શકે છે. 14 મે ના રોજ પણ લોકોને આંધી-તોફાનને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે સોમવારે આવનારા તોફાનની ઝડપ રવિવાર કરતાં ઓછી હશે.

સોમવારે પણ બદલશે મૌસમનો મિજાજ
આખા ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવી રહેલા આંધી-તોફાનને કારણે લોકોના જીવ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ધૂળની આંધી અને વરસાદને કારણે ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. રવિવારે આવેલા તોફાનમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત નીપજ્યા છે. વળી, હવામાન વિભાગની માનીએ તો આ તોફાનથી સોમવારે પણ રાહત મળવાના અણસાર નથી દેખાઈ રહ્યા. હવામાન વિભાગનું કહેવુ છે કે સોમવારે દેશના ઘણા ભાગોમાં હવામાનની અસર થઈ શકે છે.

વાવાઝોડાની ચેતવણી
સોમવારે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તેલંગાનામાં તોફાનનો કહેર જોવા મળી શકે છે. વળી, પહાડી રાજ્યો જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને આસામમાં પણ ઝડપી પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પહાડી રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધ્ય ભારતમાં પણ આંધી-તોફાન આવી શકે છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ વાવાઝોડુ આવવાની આશંકા જતાવવામાં આવી રહી છે. કેરળના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રવિવારે આવેલા તોફાનમાં 39 ના મોત, 53 ઘાયલ
વિદર્ભમાં લૂ ના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હવામાન વિભાગના રિલીફ કમિશ્નર સંજય કુમારે જણાવ્યુ કે રવિવારે આવેલા તોફાનમાં કુલ 39 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ કે, "આંધીને કારણે 39 લોકોના મોત નીપજ્યા છે. વળી, 53 લોકો ઘાયલ થયા છે અમે પરિવારોને આગામી 24 કલાકમાં વળતર આપવાના નિર્દેશ આપ્યા છે." સોમવારે ઓફિસ હોવાને કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે. માટે લોકોને સાવધાની રાખવા જણાવાયુ છે.












Click it and Unblock the Notifications
