For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં વાવાઝોડાએ વાતાવરણને ઘમરોળ્યુ, 33 ના મોત

બુધવારે મોડી રાતે આવેલા આંધી તોફાને ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં તાંડવ મચાવ્યુ છે. માત્ર આગ્રામાં જ અત્યાર સુધીમાં 24 લોકોનો મોત નીપજ્યા છે

|
Google Oneindia Gujarati News

બુધવારે મોડી રાતે આવેલા વાવાઝોડાએ ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં તાંડવ મચાવ્યુ છે. માત્ર આગ્રામાં જ અત્યાર સુધીમાં 24 લોકોનો મોત નીપજ્યા છે. જ્યારે ડઝનેક લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રદેશમાં 33 લોકોના મોત થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે 132 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવેલા વાવાઝોડાએ ઉત્તરપ્રદેશના ગામોમાં કાળો કહેર વરસાવ્યો છે. પાકને પણ ખૂબ નુકશાન થયુ છે.

toofan

આ વાવાઝોડાની સૌથી વધુ અસર ખેરાગઢ, ફતેહાબાદ, પિનાહટ અને અછનેરામાં થઈ છે. વાવાઝોડાની અસર લગભગ 90 મિનિટ સુધી રહી ત્યારબાદ વરસાદ અને કરા પડવાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના સમાચાર છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ઘણા સમય સુધી ખોરવાયેલો રહ્યો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

રાજસ્થાનમાં પણ આ વાવાઝોડાને કારણે 12 લોકોના માત નીપજ્યા છે. અહીં પણ વાવાઝોડાને કારણે બુધવારે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે તેમજ ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણી જગ્યાએ આર્થિક નુકશાન પણ થયુ છે. ધોલપુર, ભરતપુર, અલવર, કરૌલીમાં વાવાઝોડાની વધુ અસર રહી. સૌથી વધુ નુકશાન ભરતપુરમાં થયુ છે. વરસાદને કારણે ઘણી વૃક્ષો પડી ગયા છે જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.

English summary
thunderstorm kills 33 uttar pradesh more than 25 hurt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X