આભમાંથી વરસ્યો મેહૂલો, ભિંજાઇ ધરા, આજના ખાસ સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં શિખર ધવને શાનદાર બેટિંગ કરતા 80 બોલમાં સદી નોંધાવી હતી, જ્યારે નવી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદ પડતા ટાઢક ફરી વળી હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

સુરજ સંકલ્પ યાત્રા

સુરજ સંકલ્પ યાત્રા

અજમેરમાં સુરજ સંકલ્પ યાત્રા દરમિયાન ભાજપ રાજસ્થાનના ચીફ વસુન્ધરા રાજે સાથે અરુણ જેટલી.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

મ્યાનમાર ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના ચેરપરસન ઔંગ સાન સૂ કિ સાથે હસ્તધૂનૂન કરી રહેલા કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા.

પૂર્વ પ્રેસિડન્ટ સાથે ખુર્શિદ

પૂર્વ પ્રેસિડન્ટ સાથે ખુર્શિદ

નવી દિલ્હી ખાતે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દૂલ ગાયૂમ સાથે હસ્ત મિલાવી રહેલા ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શિદ.

66મી વાર્ષીક સામાન્ય બેઠક

66મી વાર્ષીક સામાન્ય બેઠક

મુંબઇમાં ભારતીય બેન્ક્સ એસોસિએશનની 66મી વાર્ષીક જનરલ બેઠકમાં હાજરી આપવા માટે આવેલા કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ.

પુલવામા જિલ્લામાં સેના તેનાત

પુલવામા જિલ્લામાં સેના તેનાત

પુલવામા જિલ્લાના કેલર ગામે એન્કાઉન્ટર સાઇટ નજીક તેનાત સેનાના જવાનો.

કોલકતામાં વિરોધ

કોલકતામાં વિરોધ

કોલકતામાં સ્ટેટ સેક્રેટરિએટની બિલ્ડિંગની બહાર ઓલ બંગાલ માઇનોરિટી યુથ ફેડરેશનના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ એમપીમા

રાષ્ટ્રપતિ એમપીમા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભોજ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનર

ગાર્ડ ઓફ ઓનર

બેન્કોકમાં રક્ષામંત્રી એકે એન્ટોનીને થાઇલેન્ડ એર ચિફ માર્શલ સુકુમ્પોલ શુવાન્કતટની દેરખેખ હેઠળ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

પ્રોસ્ટિટ્યૂશન મુદ્દે ધરપકડ

પ્રોસ્ટિટ્યૂશન મુદ્દે ધરપકડ

ગુરગાંવના સેલિબ્રેશન મોલમાં પોલીસ દ્વારા પ્રોસ્ટિટ્યૂશન અને ગેમ્બલિંગના ધંધામાં સંક્ળાયેલી છ મહિલાઓ સહિત અનેકની ધરપકડ કરી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવનનો ધમાકો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવનનો ધમાકો

દક્ષિણ આફ્રિકા સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં શિખર ધવને શાનદાર બેટિંગ કરતા 80 બોલમાં સદી નોંધાવી હતી. આ મેચમાં એક શોટ ફટકાર્યા બાદ રન લેવા માટે દોડી રહેલા રોહિત શર્મા અને શિખર ધવન.

જયપુરમાં સઘન ચેકિંગ

જયપુરમાં સઘન ચેકિંગ

જયપુરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો ધમકીભર્યો ઇમેલ આવ્યા બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

કંપનીની વાર્ષીક જનરલ બેઠક

કંપનીની વાર્ષીક જનરલ બેઠક

મુંબઇમાં કંપનીની વાર્ષીક જનરલ બેઠકમાં હાજરી આપવા માટે આવેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી.

વરસાદમાં ભિંજાવાનો આનંદ

વરસાદમાં ભિંજાવાનો આનંદ

નવી દિલ્હી ખાતે વરસાદ આવ્યા બાદ ઇન્ડિયા ગેટ પાસે ભિંજાવાનો આનંદ માણી રહેલા યુવાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X