For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની દૂતાવાસ બહાર તિબેટીયનોનું પ્રદર્શન, 10ની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

xi-jinping-protest-new-delhi
નવી દિલ્હી (વિવેક શુક્લા): લાંબાગાળા બાદ જોવા મળ્યું છે કે દિલ્હી પોલીસ કે બાકીના સુરક્ષાબળોએ ચીની દૂતાવાસ બહાર પ્રદર્શન કરી રહેલા તિબેટીયન પ્રદર્શનકારીઓને ઘસેડ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાના વિરોધમાં તિબેટીયનોએ આજે અહીં ચીની દૂતાવાસ બહાર પ્રદર્શન કર્યું. પોલીસે 10 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી. તિબેટીયનોએ બપોરે લગભગ 11.30 વાગે પ્રદર્શન શરૂ કર્યું. તેમણે તિબેટની આઝાદીની માંગ કરી હતી. એક પ્રદર્શનકારીએ કહ્યું 'અમે શી જિનપિંગના ભારત પ્રવાસનો વિરોધ કરીએ છીએ. અમે ચીન પાસેથી તિબેટની આઝાદી ઇચ્છીએ છીએ જ્યાં માનવાધિકારના ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ''10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.'' પ્રદર્શનને ધ્યાનમાં રાખતાં પોલીસે ચીની દૂતાવાસની આસપાસ સુરક્ષા વધારી દિધી છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ દૂતાવાસ પરિસરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસે તેમને અટકાવી દિધા. ઉત્તરી દિલ્હીના મજનૂના ટીલામાં પણ ડજનો તિબેટીયનો સવારથી જ પ્રદર્શન કરી રહ્યાં છે. શી જિનપિંગ ત્રણ દિવસના ભારત પ્રવાસ પર છે.

ચીની દૂતાવાસની બહાર પ્રદર્શન કરી રહેલા લોકોની પોલીસે ધરપકડ કરી. ત્યારબાદ તેમને છોડી દિધા. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચીની રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ શરૂ થઇ રહ્યો છે.

હાથમાં ચીન વિરોધી બેનર
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે તિબેટીયન પ્રદર્શનકારી મજનૂ ટીલામાં ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યાં હતા. તેમના હાથોમાં ચીન વિરોધી નારા લખેલા બેનર હતા. ઘણાના હાથમાં ભારતના પક્ષમાં લખેલા નારા. રાજધાનીમાં મોટી સંખ્યામાં તિબેટીયનો રહે છે.

English summary
Tibetan protesters allowed to protest outside Chinese embassy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X