હિજાબના વિરોધનો ઝંડો લઈને ફરનારા બીજેપી MLA ની ટિકિટ કપાતા આંસુ છલકાયા, જાણો શું કહ્યું?
કર્ણાટક વિધાનસભા ચૂંટમી માટે બીજેપીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. બીજેપીએ આ યાદીમાં 50 થી વધારે નવા ચહેરાને જગ્યા આપી છે અને 11 વર્તમાન ધારાસભ્યોના પત્તા કાપ્યા છે. આ યાદીમાં હિજાબના વિરોધ માટે બીજેપી તરફથી ઝંડો ઉઠાવનારા ધારાસભ્ય રઘુપતિ ભટ પણ છે. પત્તુ કપાયા બાદ રઘુપતિ ભટ રોતા જોવા મળ્યા હતા.
પત્તા કપાતા હવે 11 માંથી કેટલાક ધારાસભ્યો બીજેપી સામે બળવો કરતા જોવા મળ્યા છે અને અન્ય પક્ષમાં જોડાવાની કોશિશ કરી રહ્યા છે. ધારાસભ્ય રઘુપતિ ભટ તો ટિકિટ ન મળતા મીડિયા સામે રડતા જોવા મળ્યા હતા. તેમને બીજેપી પર આરોપ લગાવ્યો છે કે, તેમને ટિકિટ ન મળવાનું કારણ તેની જાતિ છે. રઘુપતિ ભટ ઉડુપીના ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વ્યવહારથી તે ખૂબ જ દુઃખી છે.

અહીં તમને જણાવી દઈએ કે, રઘુપતિ ભટ બીજેપીના વિવાદિત ધાસાસભ્યોમાં સામેલ છે. તે ઉડુપી સરકારી કૉલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને ક્લાસમાં પ્રવેશતા અટકાવકતા વિવાદમાં આવ્યા હતા. બીજેપીએ પહેલા જ જાહેરાત કરી હતી કે, કલંકિત અને વિવાદાસ્પદ છબી ધરાવતા નેતાઓને આ ચૂંટણીમાં તક નહીં અપાય.
રઘુપતિ ભટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું પાર્ટીના નિર્ણયથી દુખી નથી, પરંતુ પાર્ટીએ મારી સાથે જે રીતે વર્તન કર્યું છે તેનાથી હું દુખી છું. અહીં મીડિયા સાથે વાત કરતા તે રડી પડ્યા હતા.
તેમણે કહ્યું કે, પાર્ટીના જિલ્લા એકમના પ્રમુખે પણ પાર્ટીના નિર્ણય વિશે જાણ કરવા માટે ફોન કર્યો નથી. ટિકિટ આપવામાં આવી નથી એ ટેલિવિઝન ચેનલો પરથી જાણવા મળ્યું છે.
રઘુપતિ ભટે જણાવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે ફોન કરીને જગદીશ શેટ્ટરને ફેરફારો વિશે જાણ કરી હતી. મને આશા નથી કે શાહ મને બોલાવે, પરંતુ ઓછામાં ઓછા જિલ્લા પ્રમુખે મને બોલાવવો જોઈતો હતો. જો મારી જાતિના કારણે મને ટિકિટ નકારવામાં આવે તો હું તેના માટે સંમત નથી.
તેમે કહ્યું કે, એવું લાગે છે કે બીજેપીને તેમના જેવા લોકોની જરૂર નથી. મેં સૌથી મુશ્કેલ સમયમાં પણ પાર્ટી માટે કામ કર્યું છે અને મળેલી તકો માટે હું તેમનો આભારી છું.
પાર્ટીના સત્તાવાર ઉમેદવાર યશપાલ સુવર્ણાને લઈને તેમણે કહ્યું કે, હંમેશા પાર્ટીમાં સુવર્ણાના વિકાસને સમર્થન આપ્યું છે. બીજેપી દ્વારા તેમની સાથે કરવામાં આવેલા વ્યવહાર વિશે વાત કરતાં કહ્યું કે, તે એટલા આઘાતમાં છે કે તરત જ તેમનું આગળનું પગલું નક્કી કરી શક્યા નથી. રઘુપતિ ભટના સેંકડો સમર્થકો તેમની આગામી યોજના જાણવા તેમના નિવાસસ્થાન પાસે ભેગા થયા છે.












Click it and Unblock the Notifications
