For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુર રેલી પહેલા ભાજપાને થઇ મોદીની ચિંતા, હાઇટેક સુરક્ષાનો બંદોબસ્ત

|
Google Oneindia Gujarati News

કાનપુર, 16 ઓક્ટોબર: 19 ઓક્ટોબરના રોજ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કાનપુરથી પોતાની રેલી કરીને ઉત્તર પ્રદેશથી પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કરવાના છે. મુઝફ્ફરનગર રમખાણો બાદ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલના વાતાવરણમાં નરેન્દ્ર મોદીની પહેલી રેલીને લઇને હવે ભાજપા ચિંતામાં આવી ગઇ છે. ભાજપાને ચિંતા મોદીની સુરક્ષાને લઇને છે.

ભાજપાનું અનુસાન છે કે આ રેલીમાં લગભગ 3 લાખ લોકો આવશે. આવામાં આટલી મોટી જનમેદની એકઠી કરવાના અનુમાનોના કારણે યુપી ભાજપાની પ્રમુખ ચિંતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇને વધી ગઇ છે.

મોદીની સુરક્ષાને લઇને ભાજપાની ચિંતાનું પરિણામ છે કે એ બાબતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે રેલીમાં વધારે લોકોને એકઠા ના થવા દેવા. સાથે સાથે જે લોકો રેલીમાં આવે, તેમને હેમખેમ ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના સુરક્ષાકર્મી ગુજરાતથી કાનપુર પહોંચી ગયા છે, અને રેલી સમાપ્ત થવા સુધી તેઓ ત્યાં જ રહેશે. આ ઉપરાંત પાર્ટીએ તંત્રને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે.

narendra modi
યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવના દૌર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રેલીના પગલે કાનપુરમાં સુરક્ષાનો વ્યાપક બંદોબંસ્ત કરવામાં આવ્યો છે. મોદીની રેલીની સાથે સાથે અખિલેશના પ્રવાસને લઇને કાનપુર નગરને ડીજીપી મુખ્યાલયથી 7 કંપની પીએસી આપવામાં આવી છે. આની સાથે જ કાનપુરને ડીજીપી દ્વારા 4 પોલીસ અધીક્ષક સ્તરના અધિકારી, 8 અપર પોલીસ અધીક્ષક સ્તરના અધિકારી, 15 ડિપ્ટી એસપી સ્તરના અધિકારી, 40 ઇન્સ્પેક્ટર, 130 સબ ઇન્સ્પેક્ટર, 700 સિપાહી અને 100 મહિલા સિપાહી આપવામાં આવ્યા છે.

આની સાથે જ બોમ્બ સ્ક્વોડ, એન્ટિ સબોટોઝ ટીમની સાથે જ ગુપ્ત પોલીસ કર્મીઓને પણ ડીજીપી હેડક્વાર્ટરથી કાનપુર મોકલવામાં આવ્યા છે. જ્યારે રેલીમાં નાસભાગને નિયંત્રીત કરવા માટે ભાજપાએ પૂરતી વ્યવસ્થા કરી છે. મહિલાઓ માટે અલગ ગેલેરી બનાવવામાં આવી છે. પંડાલની અંદર માત્ર 50000 ખુર્શીઓ જ લગાવવામાં આવી છે. રેલી સ્થળેથી 6 કિમી દૂર સુધી એલસીડી સ્ક્રીન અને લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે, જેથી રેલી સ્થળ પર વધારે ભીડ ના થાય.

English summary
Tight security arrangements are in place for the rally of BJP's prime ministerial candidate Narendra Modi in Kanpur on October 19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X