For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વકીલોએ મહિલા પોલિસ અધિકારીઓને પણ દોડાવ્યા હતા

દિલ્લીની તીસ હજારી કોર્ટની અંદર પોલિસ અને વકીલો વચ્ચે હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વકીલ એક મહિલા અધિકારીને દોડાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની તીસ હજારી કોર્ટની અંદર પોલિસ અને વકીલો વચ્ચે હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વકીલ એક મહિલા અધિકારીને દોડાવી રહ્યા છે. આ વીડિયોતીસ હજારી કૉમ્પ્લેક્સની અંદરનો છે જ્યાં ગયા શનિવારે પોલિસ અને વકીલો વચ્ચે જોરદાર મારપીટ થઈ હતી. તમને જણાવી દઈએ કે બે મહિલા પોલિસ અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના હથિયારને આ દરમિયાન છીનવી લેવામાં આવ્યા કે જે આજ સુધી ગાયબ છે. પોલિસ પ્રવકતા અનિલ મિત્તલે કહ્યુ કે મહિલા અધિકારીનુ નિવેદન એફઆઈઆરમાં નોંધવામાં આવશે.

police

મહિલા અધિકારીને વકીલોએ દોડાવ્યા

જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ઘણા વકીલ જેલ પાસે ભેગા થઈ રહ્યા છે ત્યારે અમુક પોલિસકર્મી દોડીને ત્યાં પહોંચે છે જેથી ભીડમાં ફસાયેલી મહિલા અધિકારીને બચાવી શકાય થોડી વાર બાદ મહિલા અધિકારી જોવા મળે છે જેમને બે પોલિસકર્મી બચાવતા બહાર લઈને આવી રહ્યા છે જ્યારે અમુક વકીલ તેમનો પીછો કરી રહ્યા છે. ત્યારે વીડિયો ફૂટેજ ખતમ થઈ જાય છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાઈકમાં વકીલ આગ લગાવી દે છે ત્યારબાદ તેમાં ધમાકો થઈ જાય છે.

જોરદાર મારપીટ

સૂત્રોનુ કહેવુ છે કે આ આગ જેલની ઘણી નજીક પહોંચી ગઈ હતી જેના કારણે ત્યાં કેદ 150 કેદીઓને જીવનુ જોખમ હતુ. ત્યાં હાજર અધિકારી કોઈ રીતે આગ બુઝાવવામાં સફળ થયા અ બધા કેદીઓને સુરક્ષિત રીતે તિહાર જેલની બહાર લી ગયા. સીસીટીવી ફૂટેજનો ઓડિયો પણ સાંભળી શકાય છે જેમાં બંને પોલિસ અધિકારી વાત કરી રહ્યા છે કે બંદૂક છીનવી લીધી છે, હું જ્યારે મેડમને બચાવી રહ્યો હતો તો એ લોકોએ મને બહુ ખરાબ રીતે માર્યો. એક પોલિસ કર્મી કહે છે કે તેને ઘણી ઈજાઓ આવી છે. તેનો ખભો તૂટી ગયો છે, કાંડુ અને અંગૂઠો તૂટી ગયો છે, માથામાં ઘણી ઈજાઓ થઈ છે.

30 પોલિસકર્મી ઘાયલ

તમને જણાવી દઈએ કે શનિવારે વકીલ અને પોલિસ વચ્ચે આ વિવાદ એ વખતે શરૂ થયો જ્યારે બપોરે લગભગ દોઢ વાગે એક પોલિસકર્મીએ વકીલન ગાડીને ખોટા પાર્કિંગમાં ઉભી કરવા પર વાંધો દર્શાવ્યો. આ હિંસામાં લગભગ 30 પોલિસકર્મી અને એક વકીલ ઘાયલ થયા છે. ઘણા આવા વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે વકીલ પોલિસકર્મી પર હુમલો કરી રહ્યા છે અને ગાડીઓ પર તોડફોડ કરી રહ્યા છે. દિલ્લી પોલિસે આ મામલે વકીલોની ફરિયાદ પર પાંચ કેસ ફાઈલ કર્યા છે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને પોતાના આરોગ્ય વિશે કહ્યુ, ડૉક્ટરોએ કામ ન કરવાની સલાહ આપીઆ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને પોતાના આરોગ્ય વિશે કહ્યુ, ડૉક્ટરોએ કામ ન કરવાની સલાહ આપી

English summary
Tis Hazari clash: CCTV footage viral in which lawyers chasing woman police officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X