For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તીસ હજારી કોર્ટમાં હિંસાના વિરોધમાં દિલ્લી, પંજાબ, હરિયાણાના વકીલોની આજે હડતાળ

દિલ્લીની તીસ હજારી કોર્ટમાં જે રીતે પોલિસ અને વકીલો વચ્ચે વિવાદ અને હિંસા થઈ હતી તે બાદ આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢના વકીલોએ હડતાળ પર જવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની તીસ હજારી કોર્ટમાં જે રીતે પોલિસ અને વકીલો વચ્ચે વિવાદ અને હિંસા થઈ હતી તે બાદ આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢના વકીલોએ હડતાળ પર જવાનુ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે કોર્ટમાં પાર્કિંગ માટે શરૂ થયેલો વિવાદ મારપીટમાં ફેરવાઈ ગયો હતો. જે બાદ વકીલો અને પોલિસ વચ્ચે જોરદાર મારપીટ થઈ હતી. પોલિસે જણાવ્યુ હતુ કે આ હિંસામાં બે એસએચઓ, એક એડિશ્નલ કમિશ્નર અને 20 પોલિસ જવાન ઘાયલ થઈ ગયા હતા જ્યારે 8 વકીલો પણ આમાં ઘાયલ થયા હતા.

lawyers

વળી, વકીલોનુ કહેવુ છે કે પોલિસની સરખામણીમાં અમારા સાથી વધુ ઘાયલ થયા છે. તેમણે દાવો કર્યો છે કે પોલિસની ફાયરિંગમાં બે વકીલ ઘાયલ થઈ ગયા છે પરંતુ પોલિસે વકીલોના આ દાવાને ધરમૂળથી ફગાવી દીધો છે. પોલિસનુ કહેવુ છે કે તેમણે વકીલો પર ફાયરિંગ નથી કર્યુ તેમણે માત્ર હવામાં ફાયરિંગ કર્યુ છે. આ દરમિયાન હિંસામાં 12 મોટરસાઈકલ, 9 પોલિસની ગાડીઓને નુકશાન થયુ હતુ. બાર એસોસિએશને આ ઘટનાની નિંદા કરીને દિલ્લીની બધી જિલ્લા કોર્ટમાં એક દિવસની હડતાળનુ એલાન કર્યુ છે.

આ પહેલા દિલ્લીની તીસ હજારી કોર્ટમાં શનિવારે થયેલી પોલિસ અને વકીલો વચ્ચેની હિંસક ઝડપમાં ઉચ્ચ ન્યાયાલયે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે દિલ્લી પોલિસના બે અધિકારીઓને તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો ઑર્ડર આપ્યો હતો. શનિવારે પાર્કિંગ માટે થયેલા વિવાદમાં પોલિસના અમુક જવાનોએ ફાયરિંગ કરી જેમાં બે વકીલ ઘાયલ થઈ ગયા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા વકીલોએ કોર્ટ પરિસરમાં જોરદાર હોબાળો કર્યો અને સરકારી ગાડીઓને આગના હવાલે પણ કરી દીધી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારની સાંજે સેન્ટ સ્ટીફન હોસ્પિટલ પહોંચીને ઘાયલ વકીલો સાથે મુલાકાત કરી અને તેમની ખબર પૂછી હતી.

આ પણ વાંચોઃ આ દિવસે ગુજરાતના તટ પર વિનાશ વેરશે સાયક્લોન 'મહા', હવામાન વિભાગની ચેતવણીઆ પણ વાંચોઃ આ દિવસે ગુજરાતના તટ પર વિનાશ વેરશે સાયક્લોન 'મહા', હવામાન વિભાગની ચેતવણી

English summary
Tis Hazari Court Clash: Delhi, Punjab, Haryana lawyers on a day strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X