For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો મારા લોકો તેમની મહિલાઓ પર બળાત્કાર કરશે : TMC સાંસદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જુલાઇ: સીપીઆઇ-એમ સાથે જોડાયેલ મહિલાઓ પર બળાત્કાર કરવાના નિવેદન પર ટીએમસીના સાંસદ તાપસ પાલ ચોતરફથી ઘેરાઇ રહ્યા છે. પાલના નિવેદન પર પાર્ટીએ પણ પોતાના હાથ અધ્ધર કરી દીધા છે, ઉપરાંત તેમની પાસે તેમના આવા વિવાદાસ્પદ નિવેદન બદલ જવાબ પણ માંગ્યો છે.

સાંસદ તાપસ પાલના નિવેદન પર પાર્ટીએ સખત વલણ અપનાવતા તાપસના નિવેદનને સંવેદનહીન ગણાવ્યું છે અને તેના નિવેદન પર 48 કલાકની અંદર જવાબ માંગ્યો છે. જોકે તાપસ પાલે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે તેમણે રેપ નહીં પરંતુ રેડ કહ્યું હતું. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ મમતા શર્માએ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા તેમના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટી સહિત તમામ દળોએ નિવેદનની નિંદા કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તૃણમૂલ સાંસદ તાપસ પાલે સીપીઆઇ-એમ સાથે જોડાયેલ મહિલાનો રેપ કરાવવાની ધમકી આપનારુ નિવેદન જનતાની વચ્ચે આપ્યું. આ નિવેદન પાલે પોતાના સમર્થકોની વચ્ચે મેમાં આપ્યું હતું.

વીડિયોમાં તાપસ પાલ લેફ્ટના લોકોની વિરુદ્ધ પોતાના રિવોલ્વરના ઉપયોગની વાતને કહેતા દેખાયા. તાપસ પાલ લેફ્ટના લોકોને ગોળી મારવાની ધમકી આપી રહ્યા હતા. એટલું જ નહીં તમામ હદો પાર કરતા તેમણે એ પણ કહી દીધું છે કે મેં હું મારા લોકોને કહીશે જો જરૂરી લાગે તો જાઓ અને સીપીએમની મહિલાઓની સાથે બળાત્કાર કરો.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર તાપસ પાલની પત્ની નંદની પાલે તેમના પતિ દ્વારા આપવામાં આવેલા રેપ અને હત્યાવાળા નિવેદન અંગે માફી માંગી છે. અને તેમણે જણાવ્યું છે કે તેમના પતિએ જે એક સાંસદ તરીકે આવા પ્રકારનું નિવેદન આપ્યું છે, તે અયોગ્ય છે અને તેનાથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માફી માગું છું.

તાપસ પાલે શું કહ્યું જુઓ વીડિયોમાં...

તાપસ પાલનું નિવેદન

તાપસ પાલનું નિવેદન

તાપસે કહ્યું હતું કે 'જો વિરોધી દળનું કોઇ વ્યક્તિ અથવા તેમની પત્ની અથવા બહેન મને સાંભળી રહ્યું છે તો હું તેમને કહેવા માગીશ કે હું તેમને બર્બાદ કરી દઇશ, હું મારા કાર્યકરોને મોકલીને તેમનો રેપ કરાવી દઇશ.'

પાર્ટીએ નોટીસ ફટકારી માગ્યો જવાબ

પાર્ટીએ નોટીસ ફટકારી માગ્યો જવાબ

સીપીઆઇ-એમ સાથે જોડાયેલ મહિલાઓ પર બળાત્કાર કરવાના નિવેદન પર ટીએમસીના સાંસદ તાપસ પાલ ચોતરફથી ઘેરાઇ રહ્યા છે. પાલના નિવેદન પર પાર્ટીએ પણ પોતાના હાથ અધ્ધર કરી દીધા છે, ઉપરાંત તેમની પાસે તેમના આવા વિવાદાસ્પદ નિવેદન બદલ જવાબ પણ માંગ્યો છે.સાંસદ તાપસ પાલના નિવેદન પર પાર્ટીએ સખત વલણ અપનાવતા તાપસના નિવેદનને સંવેદનહીન ગણાવ્યું છે અને તેના નિવેદન પર 48 કલાકની અંદર જવાબ માંગ્યો છે.

તાપસે ફેરવી તોળ્યું

તાપસે ફેરવી તોળ્યું

સીપીઆઇ-એમ સાથે જોડાયેલ મહિલાઓ પર બળાત્કાર કરવાના નિવેદન પર ટીએમસીના સાંસદ તાપસ પાલ ચોતરફથી ઘેરાઇ રહ્યા છે. જોકે તાપસ પાલે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે તેમણે રેપ નહીં પરંતુ રેડ કહ્યું હતું.

રાષ્ટ્રીય મહિલા પંચે માંગ્યું રાજીનામુ

રાષ્ટ્રીય મહિલા પંચે માંગ્યું રાજીનામુ

બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ મમતા શર્માએ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા તેમના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટી સહિત તમામ દળોએ નિવેદનની નિંદા કરી છે.

પત્ની નંદીની પાલે માંગી માફી

પત્ની નંદીની પાલે માંગી માફી

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર તાપસ પાલની પત્ની નંદની પાલે તેમના પતિ દ્વારા આપવામાં આવેલા રેપ અને હત્યાવાળા નિવેદન અંગે માફી માંગી છે. અને તેમણે જણાવ્યું છે કે તેમના પતિએ જે એક સાંસદ તરીકે આવા પ્રકારનું નિવેદન આપ્યું છે, તે અયોગ્ય છે અને તેનાથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માફી માગું છું.

તાપસ પાલે શું કહ્યું જુઓ વીડિયોમાં...

વીડિયોમાં તાપસ પાલ લેફ્ટના લોકોની વિરુદ્ધ પોતાના રિવોલ્વરના ઉપયોગની વાતને કહેતા દેખાયા. તાપસ પાલ લેફ્ટના લોકોને ગોળી મારવાની ધમકી આપી રહ્યા હતા. એટલું જ નહીં તમામ હદો પાર કરતા તેમણે એ પણ કહી દીધું છે કે મેં હું મારા લોકોને કહીશે જો જરૂરી લાગે તો જાઓ અને સીપીએમની મહિલાઓની સાથે બળાત્કાર કરો.

English summary
TMC MP Tapas Pal has threatened women of opposition of rape. “If anyone from the Opposition dares to touch any woman then I will send my boys and get women of CPM raped, he said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X