For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની શરમજનક હાર બાદ TMCનો પ્રસ્તાવ, અમારી પાર્ટીમાં કરી લો વિલય

ટીએમસીના નેતાઓએ કહ્યુ કે કોંગ્રેસે હવે ટીએમસીમાં પોતાનુ વિલય કરી લેવુ જોઈએ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ પાર્ટીને જે રીતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો તે બાદ કોંગ્રેસ સામે પોતાના અસ્તિત્વને બચાવવાનો પડકાર આવી ગયો છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યુ કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપને પડકારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયુ છે. ટીએમસીના નેતાઓએ કહ્યુ કે કોંગ્રેસે હવે ટીએમસીમાં પોતાનુ વિલય કરી લેવુ જોઈએ અને મમતા બેનર્જીના નેતૃત્વમાં આગળ વધવુ જોઈએ કે જે એક માત્ર નેતા છે જે ભાજપને હરાવી શકે છે.

કોંગ્રેસે ટીએમસીમાં વિલય કરી લેવુ જોઈએ

કોંગ્રેસે ટીએમસીમાં વિલય કરી લેવુ જોઈએ

ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળમાં મંત્રી ફિરહાદ હકીમે કહ્યુ કે હું સમજી નથી શકતો હું છેવટે કેમ આટલી જૂની પાર્ટી કોંગ્રેસ હવે ગાયબ થઈ રહી છે. અમે પણ પાર્ટીનો હિસ્સો રહ્યા છે. કોંગ્રેસે ટીએમસીમાં મળી જવુ જોઈએ. આ જ યોગ્ય સમય છે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝના સિદ્ધાંતો પર આપણે નાથૂરામ ગોડસેના સિદ્ધાંતો પર ચાલનાર લોકો સામે લડી શકીએ છીએ.

કોંગ્રેસ ભાજપ સામે નથી લડી શકતી

કોંગ્રેસ ભાજપ સામે નથી લડી શકતી

ટીએમસીના પ્રવકતા કુનાલ ઘોષ પણ હાકિમના નિવેદનને આગળ વધારીને કહ્યુ કે અમે ઘણા સમય પહેલા પણ કહ્યુ છે કે કોંગ્રેસ ભાજપ જેવી તાકાતો સામે લડી નહિ શકે. ભાજપ સામે લડવા માટે મમતા બેનર્જી જેવા નેતાઓની આપણને જરુર છે. કોંગ્રેસે આ વાત સમજવી જોઈએ. આ પહેલા ટીએમસીની મુખપત્ર જાગો બાંગ્લામાં ઘણી વાર આ પ્રકારના લેખ છપાઈ ચૂક્યા છે. કોંગ્રેસની અંદર ચાલી રહેલ કલેશ, પાર્ટી માત્ર ટ્વિટર પર રાજનીતિ કરવાના બદલે જમીની સ્તરે ભાજપ સામે વિપક્ષને મજબૂત કરે અને મોટુ ગઠબંધન કરે.

પહેલા પણ ટીએમસી આપી ચૂકી છે સૂચન

પહેલા પણ ટીએમસી આપી ચૂકી છે સૂચન

એક સંપાદકીયમાં જાગો બાંગ્લામાં લખવામાં આવ્યુ, અમે ભાજપનો વિકલ્પ ઈચ્છીએ છીએ. ભાજપ સામે એક ગઠબંધન ઈચ્છીએ છીએ. અમે ઘણી વાર કોંગ્રેસને કહ્યુ છે. પરંતુ એવુ લાગે છે કે કોંગ્રેસને આની ચિંતા નથી. એવુ લાગે છે કે કોંગ્રેસ ખુદને ટ્વિટર સુધી જ સીમિત રાખવા માંગે છે. જો કે, મહત્વની વાત એ છે કે ટીએમસી ગોવામાં કંઈ ખાસ કરી શકી નથી અને અહીં પોતાનુ ખાતુ પણ ખોલી શકી નથી. તેમના ગઠબંધનના સાથી એમજીપીએ બે સીટો પણ જીત મેળવી છે અને બંનેએ કહ્યુ છે કે તે ભાજપને પોતાનુ સમર્થન આપશે ત્યારબાદ ટીએમસીને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. કુનાલ ઘોષ નેકહાએ કહ્યુ કે અમે પહેલી વાર ગોવામાં ચૂંટણી લડ્યા અને અમે સંતુષ્ટ છીએ. પરંતુ એમજીપીએ જે નિર્ણય લીધો છે તેના પર કંઈ કહી ન શકીએ. અમને તેમના નિર્ણય વિશે ખબર નથી.

કોંગ્રેસે કર્યો પલટવાર, ભાજપે કર્યો કટાક્ષ

કોંગ્રેસે કર્યો પલટવાર, ભાજપે કર્યો કટાક્ષ

વળી, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે ટીએમસી ભાજપની સૌથી મોટી એજન્ટ છે. જો એ ભાજપ સામે આટલી ગંભીર હોય તો તેણે કોંગ્રેસ સાથે મળી જવુ જોઈએ. વળી, ભાજપે ગોવામાં ટીએમસીના પ્રદર્શન પર કટાક્ષ કર્યો છે. સુકાંત મજૂમદારે કહ્યુ કે આગલી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી પીએમનો ચહેરો હશે. વિધાનસભા ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળની બહાર ટીએમસી કંઈ નથી. જ્યારે આપ પંજાબમાં સરકાર બનાવવા જઈ રહી છે માટે હવે તેમણે એ નક્કી કરવાનુ રહેશે કે વિપક્ષનો ચહેરો કોણ હશે કેજરીવાલ કે મમતા.

English summary
TMC says Congress should merge in our party to fight BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X