બંગાળમાં બંધ માટે રજા લીધી તો TCM કાર્યકર્તાએ કાપ્યા કાન

mamata-banerjee
કલકત્તા, 21 ફેબ્રુઆરી: પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક પંચાયત કર્મીના કાન કાપી નાખ્યો છે. સમાચાર મુજબ આ કર્મચારી ટ્રેડ યુનિયનોએ ભારત બંધના કારણે કામ પર આવ્યો ન હતો જેથી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા નારાજ થઇ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે આજે 11 ટ્રેડ યુનિયનોના ભારત બંધનો આજે બીજો દિવસ છે.

મળતી માહિતી મુજબ તૃણમૂલ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓના વર્કરોએ તેના ઘરે જઇને તેની સાથે ઝઘડો કરવા લાગ્યા. આ દરમિયાન તેમને તેમના કાન કાપી નાખ્યાં છે. પંચાયત કર્મીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

તૃણમૂલ કાર્યકર્તાઓ પર મુર્શિદાબાદમાં જ એક શિક્ષિકાએ પણ મારઝૂડનો આરોપ લગાવ્યો છે. પીડિત શિક્ષિકા પણ બંધના સમર્થનમાં ગઇકાલે સ્કૂલ આવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટીસીએને ફરમાન જાહેર કર્યું હતું કે બુધવારે બધા કર્મચારીઓ હડતાલનો વિરોધ કરી કામ પર આવે.

આજે જ્યારે કર્મચારી કામ પર આવ્યા તો ટીસીએમ કાર્યકર્તાઓ સાથે તૂ તૂ મેં મેં થઇ ગઇ અને ત્યારબાદ કાર્યકર્તાઓ કર્મચારીને ઘસડીને તેના પર હુમલો કર્યો. જ્યારે કર્મચારીએ પોતાના બચાવનો પ્રયત્ન કર્યો તો કાર્યકર્તાઓએ તેનો કાન કાપી દિધો છે.

આ ઘટનાની સીપીએમ, સીપીઆઇ અને ભાજપે આકરી નિંદા કરી છે. સીપીઆઇ નેતા ગુરૂદાસ ગુપ્તાએ આ ઘટનાને જઘન્ય ગણાવી છે. તો ભાજપે પણ તેની નિંદા કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X