ભાજપ નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો
મહારાષ્ટ્ર સરકારની રચના માટે ચાલી રહેલ ગતિરોધ ખતમ થતો દેખાઈ રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓનુ પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સવારે 10.30 વાગે રાજભવનમાં મુલાકાત કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના નેતૃત્વમાં ભાજપનુ પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કોર કમિટીના સભ્ય સુધીર મુનગંટીવારે બુધવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બીજી વારની મુલાકાત બાદ કહ્યુ હતુ તે તમે પાણીમાં ભાગલા ના પાડી શકો ભલે તમે ગમે તેટલી કોશિશ કરો. શિવસેના અને ભાજપ સાથે સાથે છે. ખેડૂતોના મુદ્દે અમારી ચર્ચા થઈ છે. અમે સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે એ ગમે ત્યારે આવી શકે છે. તમને જણાવી દઈએ કે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ છે.

ખતમ થઈ શકે છે ગતિરોધ
આ બાબતે રાજ્યપાલ કાર્યાલયને સૂચિત કરી દેવામાં આવ્યુ છે કે ભાજપનુ પ્રતિનિધિમંડળ મુલાકાત માટે આવશે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે અમને આશા છે કે સરકાર બનાવવા માટે ચાલી રહેલ ગતિરોધ ખતમ થઈ જશે. સૂત્રોનુ કહેવુ છે કે શિવસેનાના પ્રતિનિધિમંડળ એકનાથ શિંદે અને સુભાષ દેસાઈની આગેવાનીમાં ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વરસાદથી રાજ્યમાં થયેલા નુકશાન પર ચર્ચા કરવામાં આવી. બેઠકની અધ્યક્ષતા દેવેન્દ્ર ફડણવીસે કરી અને તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરી. આમાં શિવસેનાના પણ મંત્રી શામેલ થયા હતા.

ગડકરીને મળ્યા અહેમદ પટેલ
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે બુધવારે મુલાકાત કરી હતી. ત્યારબાદ તમામ અટકળોનુ બજાર ગરમ થઈ ગયુ હતુ. છેલ્લા અમુક દિવસોની વાત કરીએ તો એ વાત અંગે પણ ચર્ચા છે કે છેવટે કેમ નિતિન ગડકરીએ રાજ્યમાં ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવાની કોશિશ ન કરી. ગડકરી સાથે મુલાકાત બાદ અહેમદ પટેલે કહ્યુ હતુ કે તેમની આ મુલાકાત ખેડૂતોના મુદ્દે હતી. તેમની આ મુલાકાતને મહારાષ્ટ્ર સરકારની રચના સાથે કંઈ લેવાદેવા નથી.
આ પણ વાંચોઃ ભારતને સોંપ્યો તો આત્મહત્યા કરી લઈશઃ નીરવ મોદી

એનસીપીએ સ્પષ્ટ કર્યુ વલણ
આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે તે એ વાતની રાહ જોઈ રહ્યા છે કે ભાજપ અને શિવસેનાની રચના કરે જેથી એનસીપી સારી રીતે વિપક્ષની ભૂમિકા નિભાવી શકે. તેમણે કહ્યુ કે શિવસેના અને ભાજપ 25 વર્ષોથી ગઠબંધમાં છે. એવામાં કોઈ સવાલ નથી ઉઠતો કે રાજ્યમાં બીજુ કોઈ સરકાર બનાવે. આજે નહિ તો કાલે બંને સાથે આવી જશે. લોકોએ અમને વિપક્ષમાં બેસવાનો મત આપ્યો છે અને અમે અમારી ભૂમિકા સારી રીતે નિભાવીશુ.