વડાપ્રધાનના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવી રહ્યું ભાજપ

Written By:
Subscribe to Oneindia News

17 સપ્ટેમ્બર, 2017 અને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ હતો. ભારતીય જનતા પાર્ટીએ આ દિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવ્યો હતો. પીએમના જન્મદિવસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં ચિકિત્સા તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે કોઇ રાજનેતાના જન્મદિવસને કોઇ અભિયાન સાથે જોડવામાં આવ્યું હોય.

narendra modi

અમિત શાહે કર્યું હતું ટ્વીટ
આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખુશી વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું કે, લોકો આજના દિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવી રહ્યાં છે. પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં તેમણે લખ્યું કે, ભારતને પુનઃ વિશ્વ ગુરૂના સ્થાન પર બિરાજિત કરવા માટે નિરંતર પ્રયત્નશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. રાષ્ટ્રસેવા અર્થે ઇશ્વરને તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું.

English summary
Today Prime Minister Narendra Modis birthday , BJP Celebrated Seva Diwas across the country with party leaders attending medical camps, blood donation events and taking part in cleanliness drives.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.