આજે ફરી વધ્યા કોરોનાના મામલા, 24 કલાકમાં 45,951 નવા કેસ નોંધાયા

આજે ફરી વધ્યા કોરોનાના મામલા, 24 કલાકમાં 45,951 નવા કેસ નોંધાયા

કોરોનાવાયરસના દૈનિક મામલામાં મંગળવારે ગિરાવટ જોવા મળ્યા બાદ બુધવારે ફરી વધારો થયો છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે પાછલા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 45951 નવા કેસ મળ્યા છે, જ્યારે કોરોના વાયરસના કારણે 817 દર્દીઓના મોત થયાં છે. આ ઉપરાંત ગત એક દિવસમાં કોરોનાવાયરસના 60729 દર્દીઓ સાજા પણ થયા છે અને રિકવર દર્દીઓની સંખ્યા વધીને 2,94,27,330 થઈ ગઈ છે. નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કોરોનાવાયરસના કુલ કેસ હવે 3,03,62,848 થઈ ગયા છે.

New cases of Coronavirus

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોનાવાયરસથી સાજા થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને રિકવરી રેટ હાલ 96.92 ટકા છે. રિકવરી રેટ વધવાથી દેશમાં એક્ટિવ મામલાની સંખ્યામાં ઘટાડો આવ્યો છે અને હાલ એક્ટિવ કેસ 5,37,064 છે. આ ઉપરાંત દેશભરમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી કોરોનાવાયરસ વેક્સીનના કુલ 33,28,54,527 ડોઝ આપી દેવાયા છે.

આ પાંચ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ

જણાવી દઈએ કે ગત 11 એપ્રિલ બાદ કોરોનાવાયરસથી થતા મોતની આ સૌથી ઓછી સંખ્યા છે. આ ઉપરાંત દેશમાં સતત ત્રીજા દિવસે મોતનો આંકડો 1000થી નીચે ચાલ્યો ગયો છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે જે 817 મોત થયાં છે, તેમાં સૌથી વધુ 231 મહારાષ્ટ્રથી અને 118 તમિલનાડુથી છે. આ ઉપરાંત ગત એક દિવસમાં જે પાંચ રાજ્યોમાં કોરોનાવાયરસના દૈનિક કેસ સૌથી વધુ મળ્યા છે, તેમાં કેરળ (13550 કેસ), મહારાષ્ટ્ર (8085 કેસ), તમિલનાડુ (4512 કેસ), આંધ્ર પ્રદેશ (3620 કેસ) અને કર્ણાટક (3222 કેસ) સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X