For Daily Alerts
આજે દિલ્હી ગેંગરેપના દોષીઓને સજા, 86 ટકા લોકો ઇચ્છે છે ફાંસી!
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર : આજે એ ઘળી આવી ગઇ છે જેની દેશ રાહ જોઇને બેઠો છે. દિલ્હી ગેંગરેપની ક્રૂર ઘટનાને અંજામ આપવાનાર હેવાનોને આજે દિલ્હીની સાકેત કોર્ટ સજા સંભળાવશે. મોટા ભાગના લોકો આ ગુનેગારોને ફાંસીના માંચડે ચડાવવા માગે છે.
ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ 6 નરાધમોએ 'નિર્ભયા' પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ તેને અને તેના મિત્રને ઢોર માર મારીને ચાલતી બસમાંથી નીચે ફેંકી દીધા હતા અને તેમને બસથી ચગદી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું.
આ ઘટના બાદ દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. કેસ દિલ્હીની સાકેત કોર્ટમાં ચાલ્યો અને પકડાયેલા છ આરોપીઓમાંથી એકે જેલમાં આત્મહત્યા કરી લીધી અને એકને જુવેનાઇલ અંતર્ગત ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી. જ્યારે બાકીના ચાર આરોપીઓને 10 સપ્ટેમ્બરના રોજ સાકેત કોર્ટે ગુનેગાર જાહેર કર્યા અને બીજા દિવસે તેમને સજા આપવા અંગે ચર્ચા કરી શુક્રવારે 2.30 વાગ્યે સજા સંભળાવવાનું જણાવ્યું.ગુજરાતી વનઇન્ડિયાએ તેમના વાચકોને પુછ્યું કે દિલ્હી ગેંગરેપના ચારેય ગુનેગારોને શું સજા થવી જોઇએ? ફાંસી કે જનમટીપ?. 86.3 ટકા વાચકોએ જણાવ્યું કે દોષિયોને ફાંસીના માંચડે લટકાવવા જોઇએ. જ્યારે 13 ટકા લોકોએ જણાવ્યું કે ગુનેગારોને જનમટીપની સજા થવી જોઇએ.