For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં નોમિનેશન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ

લોકસભાઃ પ્રથમ તબક્કામાં નોમિનેશન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 11 એપ્રિલ 2019થી 17મી લોકસભા માટે મતદાનનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. દેશની આ સૌથી મહત્વની લોકસભા ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલ 2019ના રોજ મતદાન થશે જ્યારે અંતિમ અને સાતમા તબક્કામાં 19 મે 2019ના રોજ મતદાન થશે, તદઉપરાંત 23 મે 2019ના રોજ મતગણતરી થઈ જશે. ત્યારે જણાવી દઈએ કે આજે એટલે કે 25મી માર્ચ 2019ના રોજ પહેલા તબક્કાની ચૂંટણી માટે નોમિનેશન ફાઈલ કરવાનો અંતિમ દિવસ છે.

evm

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 લોકસભા સીટ અને તેલંગાણાની 17 લોકસભા સીટ પર મતદાન થનાર છે. તેમની સાથે જ ઉત્તર પ્રદેશની 8 લોકસભા સીટ, મહારાષ્ટ્રની 7 લોકસભા સીટ તથા ઉત્તરાખંડ અને આસામમાં 5-5 લોકસભા સીટ, બિહાર અને ઓરિસ્સામાં 4-4 લોકસભા સીટ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરની, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને પશ્ચિમ બંગાળની 2-2 લોકસભા સીટ અને છત્તીસગઢ, મણીપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની 1-1 લોકસભા સીટ પર મતદાન થનાર છે.

ત્યારે લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે નોમિનેશન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ છે અને 26મી માર્ચ 2019ના રોજ નામાંકનની તપાસ થશે, એટલે કે નામાંકન વિથડ્રોઅલની છેલ્લી તારીખ 26 માર્ચ 2019 છે. તમામ 7 તબક્કાની ચૂંટણીની મતગણતી 23 મે 2019ના રોજ થશે. સાથે જ આંધ્ર પ્રદેશ તમામ 175 વિધાનસભા સીટ, ઓરિસ્સાની 147માંથી 28 સીટ, સિક્કિમની 32 વિધાનસભા સીટ અને અરુણાચલ પ્રદેશની તમામ 60 વિધાનસભા સીટ પર પણ નામાંકન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ છે.

આ પણ વાંચો- છત્તીસગઢમાં બધા જ ભાજપી સાંસદોની ટિકિટ કપાઈ, રમણ સિંહનો દીકરો પણ રેસથી બહાર

English summary
25 march is last date of filling nomination for first phase of lok sabha elections 2019, The scrutiny of nominations will take place tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X