For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2021 : ઓલમ્પિકના રંગે રંગાયો કોલકત્તાનો હાવડા બ્રિજ, જૂઓ વીડિયો...

ઓલિમ્પિકના રંગમાં રંગાયેલા હાવડા બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. ભારતીય રમતવીરોને રમતોત્સવની શુભેચ્છા આપવા બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય જોડાયા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: 23 જુલાઇથી શરૂ થનારી ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાગ લેનારા ભારતીય એથલીટ્સને શુભકામના આપવા માટે કોલકાતાના આઇકોનિક હાવડા બ્રિજને સોમવારના રોજ ઓલિમ્પિક રંગોની રોશનીઓથી સજાવવામાં આવ્યો હતો. આ ઓલિમ્પિક રિંગના મલ્ટીકલર્ડ લાઇટ્સ હતી.

Tokyo Olympics 2021

ઓલિમ્પિકના રંગમાં રંગાયેલા હાવડા બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. ભારતીય રમતવીરોને રમતોત્સવની શુભેચ્છા આપવા બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય જોડાયા હતા.

સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં કેપ્શન હતું, ઓલિમ્પિક રંગોમાં હાવડા બ્રિજની એક ઝલક સાથે ટોક્યોમાં ભારતીય ટીમને શુભેચ્છાઓ...

ભારતમાં ચિયર ફોર ઇન્ડિયા કેમ્પેઇનમાં શામેલ થનારા ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્સ સાથે ભારતમાં ઓલિમ્પિકને લઇને ઉત્સાહ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂલાઇ મહિનાની શરૂઆતમાં ટોક્યોની મુલાકાત લેનારા એથ્લેટ્સ સાથે વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય એથલીટ્સ બેચ ટોક્યો પહોંચી હતી. જે બાદ શૂટર, બેડમિંટન, ટેબલ ટેનિસ અને રોઇંગ અને રોઇંગ ટીમ પહોંચી હતી. હાલ તેમના દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે.

ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત સૌથી મોટી 127 એથ્લેટ્સની ટીમ મોકલશે. ઓલિમ્પિકમાં ભારત 18 રમતોમાં ભાગ લેશે. ટોચના ભારતીય એથ્લેટ્સ મેડલ મેળવે તેવી આશા રાખે છે. રિયો ઓલિમ્પિકમાં ભારતને ફક્ત 2 મેડલ મળ્યાં હતા.

કોરોના સંક્રમણને રોકવા માટે જાપાનની સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ હેઠળ આ રમતો યોજાશે. આ દરમિયાન દર્શકો પ્રત્યક્ષ કાર્યક્રમો જોઇ શકશે નહીં.

English summary
Howrah Bridge in Kolkata has been illuminated to boost the morale of the Indian contingent participating in the Tokyo Olympics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X