Tomato Flu : શું ભારતમાંથી ટોમેટો ફ્લૂ ફેલાય છે? કોરોના-મંકીપોક્સની સરખામણીમાં કેટલું ખતરનાક?
કોરોના, ઓમીક્રોન, મંકીપોક્સ અને સ્વાઈન ફ્લૂ બાદ હવે એક નવો ફ્લૂ ચર્ચાનો વિષય બન્યો છે, જેનું નામ છે ટોમેટો ફ્લૂ. હવે સવાલ એ છે કે, શું આ એક નવો રોગ છે, જે ભારતમાં શરૂ થયો હોવાનું માનવામાં આવે છે.
Tomato Flu : કોરોના, ઓમીક્રોન, મંકીપોક્સ અને સ્વાઈન ફ્લૂ બાદ હવે એક નવો ફ્લૂ ચર્ચાનો વિષય બન્યો છે, જેનું નામ છે ટોમેટો ફ્લૂ. હવે સવાલ એ છે કે, શું આ એક નવો રોગ છે, જે ભારતમાં શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. આ પ્રશ્ન એટલા માટે છે. કારણ કે, 17 ઓગસ્ટના રોજ લેન્સેટ જર્નલે એક લેખ પ્રકાશિત કર્યો છે, જે મુજબ ભારતમાં ટોમેટો ફ્લૂ નામનો નવો રોગ સામે આવ્યો છે.
અત્યાર સુધીમાં 80 થી વધુ દર્દીઓ પણ આ રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેનો સૌથી વધુ પ્રકોપ ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં જોવા મળ્યો છે અને બાળકો તેનો સૌથી પહેલા શિકાર બન્યા છે.

બાળકોમાં જોવા મળે છે આવા લક્ષણો
શું ભારતમાંથી નવી મહામારીનો જન્મ થઈ રહ્યો છે અને શું આપણે કોરોના વાયરસ અને મંકીપોક્સ પછી બીજી નવી બીમારીનો સામનોકરવો પડશે?
આ માટે સૌથી પહેલા એ સમજવું પડશે કે, આ ટામેટો ફ્લૂ શું છે અને ક્યાંથી આવ્યો. કેરળમાં આ રોગ 5 વર્ષથી ઓછીઉંમરના બાળકોમાં જોવા મળ્યો છે. આ રોગમાં, બાળકોમાં તાવ સાથે લાલ ફોલ્લીઓ થાય છે, જે ટામેટાં જેવા દેખાય છે.
સામાન્ય રીતે આરોગ એવા બાળકોમાં જોવા મળે છે, જેમને તાજેતરમાં ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા થયો હોય અને તેમાંથી સાજા થઈ રહ્યા હોય. આ રોગમાંતાવ સાથે થાક, લાલ ફોલ્લીઓ, સાંધાનો દુઃખાવો થઈ શકે છે.

બાળકોથી પુખ્ત વયના લોકોમાં ફેલાવાનું ઓછું જોખમ
આ વિશે મધુકર રેઈન્બો હોસ્પિટલના ડૉ. પવન કુમારે જણાવ્યું હતું કે, મંકીપોક્સ આ બીમારીથી ખૂબ જ અલગ છે અને તે ઓછું ખતરનાકપણ છે.
સામાન્ય રીતે આરામ કરવાથી અને તાવની દવા લેવાથી આ રોગ 5 થી 7 દિવસમાં મટી જાય છે. તે એક બાળકથી બીજા બાળકમાંફેલાઈ શકે છે, પરંતુ બાળકોથી પુખ્ત વયના લોકોમાં તે ફેલાવાની શક્યતા ઓછી છે. જોકે, ઘણા નિષ્ણાતોના મતે, આ કોઈ નવો રોગ નથી,તેને ફક્ત ટોમેટો ફ્લૂનું નવું નામ આપવામાં આવ્યું છે.

પહેલેથી જ છે ટોમેટો ફ્લૂ
લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પેપરમાં એવું ક્યાંય લખવામાં આવ્યું નથી કે, લેબ ટેસ્ટ કે અન્ય કોઈ પદ્ધતિથી સાબિત થયું છે કેઆ નવો વાયરસ છે.
ડૉ. અનિલ બત્રાના જણાવ્યા અનુસાર, તે બાળકોમાં જોવા મળતો હાથ, પગ અને મોંનો રોગ છે અથવા તે તેનો એક પ્રકાર હોય શકે છે. ભારતના દરેક ભાગમાં આ રોગ પહેલાથી જ બાળકોમાં જોવા મળે છે. નવા રોગને નામ આપવા માટે, પ્રથમ સંશોધનઅને પરીક્ષણો દ્વારા રોગની ઓળખ કરવી જરૂરી છે.

6 મેના રોજ નોંધાયો હતો ટોમેટો ફ્લૂનો પહેલો કેસ
જર્નલના અહેવાલ મુજબ, કેરળના કોલ્લમમાં 6 મેના રોજ ટોમેટો ફ્લૂનો પહેલો કેસ જોવા મળ્યો હતો અને ત્રણ મહિનામાં આ રોગે 82બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે.
કેરળ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને ઓડિશામાં પણ આ રોગથી પીડિત બાળકો જોવા મળ્યા છે.આ રોગ કોરોના વાયરસની જેમ ઝડપથી ફેલાતો નથી અને મંકીપોક્સની જેમ જીવલેણ સાબિત થતો નથી.
બાળકોને આરામ કરાવો, તેમનેશાળાએ જવા કે બહાર રમવા ન દો, બાળકોને સમયસર પાણી આપતા રહો. જોકે, દક્ષિણના કેટલાક રાજ્યોમાં આ રોગ ફાટી નીકળ્યા પછી,રાજ્ય સરકારોના સ્તરે સાવચેતી રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
