For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

|
Google Oneindia Gujarati News

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આપણે જવાબદાર નાગરિક છે. આપણે લોકશાહીને માન આપીને જીવન જીવીએ છીએ. આમ છતાં ભારતમાં લોકશાહીના પ્રતિનિધિ એવા ધારાસભ્યો કે સાંસદો બનવા માટે લધુત્તમ શિક્ષણ લાયકાત રાખી નથી.

ભારતમાં રાજકારણી બનવા માટે એક માત્ર લાયકાત છે કે તે ભારતીય હોવા જોઇએ. આજે ભારત જ્યારે વૈશ્વિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે દરેક રાજકારણી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના માપદંડ નક્કી કરવા જરૂરી છે.

અહીં ભારતના એવા ટોપ 10 રાજકારણીઓ છે જેઓ ક્યારેય શાળાએ ગયા નથી, શાળામાંથી જ ઉઠી ગયા છે અથવા તો મેટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો છે...

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ગુલઝારસિગ રાણિકે
તેઓ અન્ડરગ્રેજ્યુએટ છે. હાલમાં તેઓ પંજાબમાં કેબિનેટ મિનિસ્ટર છે. તેઓ એનિમલ હસ્બન્ડરી, ડેરી અને ફિશરીઝ પ્રધાન છે.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ફૂલન દેવી
રાજકારણમાં તેઓ પ્રવેશ્યા એ પહેલા તેઓ ડાકૂરાણી હતા. તેઓ ક્યારેય શાળાએ ગયા નથી કારણ કે તેમના લગ્ન બળજબરીપૂર્વક તેમનાથી ઊંમરમાં ઘણા મોટા વ્યક્તિ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા અને મિર્ઝાપુરથી સાંસદ બન્યા હતા.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

રાબડી દેવી
રાબરી દેવીને ત્યાં સુધી રાજકારણની કોઇ સુઝ ન હતી, જ્યાં સુધી તેમના પતિ લાલુ પ્રસાદ યાદવને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી. રાબરી દેવી ગૃહિણી હતા. અને અચાનક તેમને દેશના સૌથી વધારે વસતી ધરાવતા બીજા ક્રમના રાજ્ય બિહારના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. રાબરી દેવી અશિક્ષિત છે.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

વિજયકાંથ
ફિલ્મ એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજયકાંથ વર્ષ 2011માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં બેઠક જીત્યા હતા. ધોરણ 12 પછી તેમણે આગળ અભ્યાસ કર્યો નથી. કારણ કે તેમને પિતાની રાઇસ મિલમાં કામ કરીને બિઝનેઝ સંભાળવાની ફરજ પાડવામાં આવી હતી.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

જે જયલલિતા
જે જયલલિથા વર્તમાનમાં તમિલનાડુના મુખ્યમંત્રી છે. તેઓ ભણવામાં હોંશિયાર હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કર્યા બાદ આગળનો અભ્યાસ કરવા માટે તેમને શિષ્યવૃત્તિ મળી હતી. જો કે તેમણે આ સ્કોલરશિપને નકારી કાઢી હતી કારણ કે તેમને તેમની કરિયર ફિલ્મોમાં બનાવી હતી.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ગોલમા દેવી
તેઓ મીના સમુદાયના નેતા કિરોડી લાલ મીનાના પત્ની છે. ગોલમા દેવી ધારાસભ્ય બન્યા હતા. તેઓ અશિક્ષિત છે આ કારણે તેઓ પ્રધાન તરીકેની શપથવિધિમાં શપથપત્ર વાંચી શક્યા ન હતા.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

કરૂણાનીધિ
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રીએ મેટ્રિકનો અભ્યાસ કર્યા બાદ આગળ અભ્યાસ કર્યો ન હતો. જો કે તેમનામાં લખવાની સારી કલા હતી. તેમણે તમિલ ફિલ્મો માટે ઘણા સ્ક્રીન પ્લે લખ્યા છે.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

કે કામરાજ
સ્વાતંત્ર સેનાનીમાંથી રાજકારણી બનેલા કામરાજે અશિક્ષિત હોવા છતાં ભારતીય રાજકારણમાં કામ કરવાનું ચાલું રાખ્યું હતું. ત્યાર બાદ 1954માં તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

જાફર શરીફ
પૂર્વ રેલવે પ્રધાને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે કોંગ્રેસના પ્રમુખ એસ નિજાલિગપ્પાના ડ્રાઇવર તરીકે તેમની કરિયર શરૂ કરી હતી અને ત્યાર બાદ રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

ઓછું શિક્ષણ ધરાવતા ટોચના ભારતીય રાજકારણીઓ

વતલ નાગરાજ
કન્નડ ચેલ્લુવલ્લી વટલ પાર્ટીના પ્રમુખ વટલ નાગરાજ 10મા ધોરણમાં હતા ત્યારે શાળાએ જવાનું બંધ કરી દીધું હતું. તેમણે કન્નડ સંસકૃતિને બચાવવા અને તેની ભવ્યતાને લોકો સમક્ષ મૂકવા માટે ઘણું કામ કર્યું છે. તેઓ ચામરાજનગરના પૂર્વ ધારાસભ્ય છે.

English summary
Top Indians politicians with poor educational record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X