હંદવાડામાં સેનાને જબરી સફળતા, લશ્કરના ટૉપ કમાંડર હૈદરનો અંત

હંદવાડામાં સેનાને જબરી સફળતા, લશ્કરના ટૉપ કમાંડર હૈદરનો અંત

નવી દિલ્હીઃ ભારતીય સેનાના હાથ રવિવારે મોટી સફળતા લાગી છે, હંદવાડા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનના રેહવાસી ટૉપ લશ્કર આતંકી હૈદરને સુરક્ષાબળોએ ઠાર માર્યો છે. જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમારે મીડિયાને આપેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે ઘાટીથી આતંકીઓના સફાયા માટે જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેનાએ ઓપરેશન ચલાવ્યું હતું જેમમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હૈદર ઠાર મરાયો છે.

army

જણાવી દઈએ કે અગાઉ હંદવાડામાં જ એક ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે અથડામણમાં કર્નલ અને મેજર સહિત ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થઈ ગયા. ગોળીબારમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે હંદવાડાના ચાંજમુલ્લા વિસ્તારમાં થયેલ આ અથડામણમાં બે આતંકી ઠાર મરાયા, જ્યારે અમારા પાંચ જવાન શહીદ થઈ ગયા. આ વિસ્તાર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવે છે. તેમણે જણાવ્યું કે સેનાનું આ ઓપરેશન આતંકીઓ દ્વારા બંદી બનાવેલ નાગરિકોને છોડાવવા માટે ચલાવવામમાં આવ્યું હતું.

ભારતીય સેના દ્વારા શેર કરવામાં આવેલ તાજા જાણકારી મુજબ આ એન્કાઉન્ટરમાં સેનાના 5 જવાન શહીદ થઈ ગયા. આતંકીઓ સાથેની આ અથડામણમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઑફિસર આશુતોષ શર્મા સહિત 5 જવાન શહીદ થઈ ગયા. શહીદ થનારાઓમાં કર્નલ આશુતોષ, મેજર અનુજ, પોલીસ સબ ઈન્સપેક્ટર શકીલ કાજી, એક લાન્સ નાયક અને એક રાઈફલમેન સામેલ છે. જ્યારે સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X