મોદી પર ઘમાસાણ, ભૈયાજીએ કરી અડવાણી સાથે મુલાકાત
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી પર નરેન્દ્ર મોદીને પીએમ ઉમ્મેદવાર બનવાનું દબાણ વધી ગયું છે. મોદીને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માગ ઉઠી રહી છે. આને જ લઇને આરએસએસના નેતા ભૈયાજી જોશીએ શનિવારે મોડી રાત્રે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને બીજા અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ બીજેપી નેતા અરુણ શૌરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પાર્ટીના પીએમ ઉમેદવાર છે. તેમણે મોદી વિરોધીઓને અસરહીન પણ ગણાવ્યા હતા.












Click it and Unblock the Notifications
