દાહોદ જિલ્લાના કુલ 15 સ્વચ્છાગ્રહીની ટીમ સ્વચ્છતાના ભગીરથ કાર્ય માટે પહોંચી બિહાર

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યને ખુલ્લામાં શૌચક્રીયા માંથી મુક્ત કરવામાં આવેલ છે. તે મુજબ બિહાર રાજ્યને પણ જડપથી ખુલ્લામાં શૌચક્રીયા માંથી મુક્ત કરવાના શુભ આશય થી કેન્દ્ર સરકાર દ્વારા 3 થી 10 એપ્રીલ દરમ્યાન "સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ" ની ઉજવણી કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે. જે ભગીરથ કાર્યમાં ગુજરાત રાજ્યના જુદા - જુદા જિલ્લામાંથી સ્વચ્છાગ્રહી બિહાર ખાતે મોકલવામાં આવેલ છે. જે અભીયાનમાં દાહોદ જિલ્લામાંથી કુલ 15 સ્વચ્છાગ્રહી જોડાયેલ છે. જેઓ બિહાર રાજ્યના જુદા - જુદા જિલ્લાના ગામોમાં ગ્રામજનોને શૌચાલયના ઉપયોગથી થતા ફાયદાની સમજણ આપી "મન બનાવો - શૌચાલય બનાવો" અભીયાન હાથ ધરેલ છે.

dahod

બિહાર ખાતે શરૂ થયેલ "સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ" અભીયાનમાં દાહોદ જિલ્લા જુદા - જુદા તાલુકા માંથી કુલ 15 સ્વચ્છાગ્રહી જોડાયેલ છે. વધુમાં અભીયાનમાં જોડાયેલ જિલ્લાના ટીમ લીડર વિવેક પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, દાહોદ જિલ્લાની ટીમ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાના કાંટી તાલુકાના તમામ ગામોમાં ફરી ફરી ને "ટટ્ટી પે મટ્ટી" અને "ખડ્ડા ખોદો" અભીયાન હાથ ધરેલ છે. જેમા ગ્રામજનો ને શૌચાલયના ઉપયોગ થી થતા ફાયદા અને ખુલ્લામાં શૌચક્રીયા કરવાથી થતા ગેરફાયદા વિશે શમજણ આપવાની કામગીરી હાથ ધરેલ છે. જે તમામ સ્વચ્છાગ્રહી 10 એપ્રીલ ના રોજ ચમ્પારણ ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યક્રમમાં ઊપસ્થીત રહેવાના છે. જેમા વડાપ્રધાન દ્વારા કુલ 20000 સ્વચ્છાગ્રહીઓ ને સંબૉધીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મીશન સ્વચ્છતા હેઠળ મોદી સરકારે વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમાં દેશની આઝાદીના ભુતકાળમાં નજર નાખીએ તો ચંપારણથી શરૂ કરવામાં આવેલું કાર્ય એક ઐતિહાસિક કાર્ય છે અને તેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ચંપારણ ખાતે ખુબ મોટા પ્રમાણમાં આયોજન કર્યું છે. જેના માટે ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ પોતાનું યોગદાન આપી રહી છે.

English summary
Total of 15 volunteers from Dahod district reached Bihar for the cleanliness work

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.