For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકમાં 4213 નવા કેસ, કુલ સક્રમિતોની સંખ્યા 67 હજારથી વધુ

હવે ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધાને 67,152 થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં તમામ કોશિશો બાદ પણ કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ ઝડપથી વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યુ કે હવે ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધાને 67,152 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4213 કેસો સામે આવ્યા છે. કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 44,029 સક્રિય કેસો, 20917 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 2206 મોત શામેલ છે.

મહારાષ્ટ્રમાં મૃતકોનો આંકડો 832 સુધી પહોંચ્યો

મહારાષ્ટ્રમાં મૃતકોનો આંકડો 832 સુધી પહોંચ્યો

ઉત્તર પ્રદેશમા રવિવારે કોરોના વાયરસના 102 નવા કેસ સામે આવ્યા, ત્યારબાદથી જ કુલ પૉઝિટીવ કેસ વધીને 3467 થઈ ગયા છે. રાજ્યમાં કોવિડ-19થી અત્યાર સુધી 1653 દર્દી રિકવર થઈ ચૂુક્યા છે જ્યારે 79 લોકોન મોત થયા છે. આગ્રા(24) અને મેરઠ(13)માં સૌથી વધુ મોત થયા છે. મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રાલય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના સંક્રમણના 1278 કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 22,171 થઈ ગઈ છે જ્યારે મૃતકોનો આંકડો વધીને 832 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 13739 કેસ મુંબઈ અને 2377 પૂણે મહાનગર પાલિકામાં સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4199 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં 494 કોરોના દર્દીના મોત

ગુજરાતમાં 494 કોરોના દર્દીના મોત

વળી, રાજસ્થાન સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં રવિવારે કોરોના સંક્રમણના 106 કેસ(30 ઉદયપુર, 23 જયપુર, 17 કોટા, 11 જોધપુર) નોંધાયા બાદ તેમની કુલ સંખ્યા 3814 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 2 મોત બાદ મૃતકોનો આંકડો વધીને 108 થઈ ગયો છે. કોરોનાના સૌથી વધુ કેસ 1219 જયપુર, 873 જોધપુર, 250 કોટા અને 220 અજમેરમાં નોંધાયા છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 8194 થઈ ગયા છે જ્યારે અત્યાર સુધી 493 કોરોના દર્દીનો મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ 5818 કેસ અમદાવાદ, 895 સુરત, 518 વડોદરા, 129 ગાંધીનગર, 94 ભાવનગરથી સામે આવ્યા છે. જ્યારે અમરેલીમાં અત્યાર સુધી કોઈ કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં 2545 કોરોના દર્દી રિકવર થયા છે.

એમપીમાં અત્યાર સુધી કોરોનાથી 215 લોકોના મોત

એમપીમાં અત્યાર સુધી કોરોનાથી 215 લોકોના મોત

આ ઉપરાંત બિહાર આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે જણાવ્યુ છે કે બિહારમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોની સંખ્યા વધીને 696 થઈ ચૂકી છે. વળી, બિહારમાં આનાથી 6 લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધી કોરોના વાયરસ સંક્રમણના 157 નવા કેસ નોંધાયા બાદ તેમની સંખ્યા વધીને 3614 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના સર્વાધિક કેસ 1858 ઈન્દોર, 743 ભોપાલ, 237 ઉજ્જૈન અને 123 જબલપુરમાં છે. એમપીમાં અત્યાર સુધી કોરોનાથી 215 લોકોના મોત થયા છે જેમાં સર્વાધિક આંકડો ઈન્દોરનો છે. રાજધાની દિલ્લીની વાત કરીએ તો અહીં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યુ કે દિલ્લીમાં કોવિડ-19ના લગભગ 75 ટકા દર્દી લક્ષણ વિના કે હળવા લક્ષણવાળા છે. તેમણે જણાવ્યુ કે દિલ્લીમાં કુલ 6923માંથી 1476 દર્દી હોસ્પિટલોમાં જ્યારે બાકી ઘરો કે કોવિડ-19 સેન્ટરોમાં છે. લક્ષણ વિના/હળવા લક્ષણવાળાના ઘર પર ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું 17 મે બાદ લંબાશે લૉકડાઉન? PM મોદી આજે કરશે મુખ્યમંત્રીઓ સાથે બેઠકઆ પણ વાંચોઃ શું 17 મે બાદ લંબાશે લૉકડાઉન? PM મોદી આજે કરશે મુખ્યમંત્રીઓ સાથે બેઠક

English summary
total number of cases in india rises to 67,152 says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X