For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1684 નવા કેસ, કુલ સંખ્યા 23 હજારને પાર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1684 નવા કેસ સામે આવ્યા છે

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1684 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 23,077 થઈ ગઈ છે. આમાં 17610 સક્રિય કેસ છે, 4749 લોકો સ્વસ્થ/ડિસ્ચાર્જ/વિસ્થાપિત છે અને કુલ 718 મોત થયા છે.

coronavirus

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત અને મધ્યપ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 778 નવા કેસ સામે આવ્યા અને 14 મોત થયા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 6430 છે. આમાં ડિસ્ચાર્જ થઈ ચૂકેલા 840 કેસ શામેલ છે. વળી, કુલ 283 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અહીં ધારાવીમાં કોરોના વાયરસથી એક મોત થયુ અને 25 નવા કેસ સામે આવ્યા. ધારાવીમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 214 થઈ ગઈ છે અને મરનારની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.

દિલ્લીમાં કોરોના વાયરસના 128 કેસસામે આવ્યા છે અને 2 મોત થયા છે. રાજધાનીમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા હવે 2,376 છે, આમાં 1518 સક્રિય કેસ, 808 રિકવર થઈ ચૂક્યા છે અને 50 મોત શામેલ છે. વળી, ગુજરાતમાં કોરોના વાયરસના 2624 કેસ છે અને 112 મોત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 1699 કેસ સામે આવ્યા છે જ્યારે 83 લોકોના મોત થયા છે. અન્ય રાજ્યોની વાત કરીઅ તો તમિલનાડુમાં કુલ 1683 કોરોના વાયરસ પૉઝિટીવ કેસ મળ્યા છે. મરનારની સંખ્યા 20 થઈ ગઈ છે.

રાજસ્થાનમાં 36 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. જયપુરથી 13, કોટાથી 18, ઝાલાવાડથી 4 અને ભરતપુરથી 1. રાજ્યમાં હવે પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2000 થઈ ગઈ છે. આ ઉપરાંત તેલંગાનામાં હવે કુલ 960 કેસ થઈ ગયા છે. જેમાં 24 મોત શામેલ છે. જમ્મુ કાશ્મીરમાં અહીં કોરોના વાયરસના 20 નવા કેસ સામે આવ્યા છે. 1 કેસ જમ્મુથી છે અને 19 કાશ્મીરથી. હવે કુલ 427 કેસ છે જેમાં 57 કેસ જમ્મુ અને 370 કેસ કાશ્મીરના છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 1510 દર્દી અને કર્ણાટકમાં 445 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 27 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે 18 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુર 2 અને મેઘાલયમાં 12 કેસોની પુષ્ટિ થઈ છે. જ્યારે અસમમાં 36 કેસોની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ તીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવોઆ પણ વાંચોઃ તીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો

English summary
total number of coronavirus cases in india rises to 23,077 says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X