For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકમાં 62ના મોત, 1543 નવા કેસ, કુલ સંખ્યા 29 હજારને પાર

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર છે. રોજના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર છે. રોજના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 62 મોત અને 1543 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં મોતના કેસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની કુલ સખ્યા વધીને 29435 થઈ ગઈ છે. જેમાં 21632 સક્રિય કેસ છે. આમાં 6868 લોકો રિકવર/ડિસ્ચાર્જ, 934 મોત અને 1 વિસ્થાપિત શામેલ છે.

સૌથી વધુ કેસ આ રાજ્યોમાં

સૌથી વધુ કેસ આ રાજ્યોમાં

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત અને મધ્યપ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 522 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 8590 થઈ ગઈ છે. રાજ્યમાં મોતનો કુલ આંકડો 369 છે જ્યારે 94 દર્દીઓની સોમવારે રજા આપ્યા બાદ ડિસ્ચાર્જ થનારાની સંખ્યા વધીને 1282 થઈ ગઈ છે. વળી, રાજ્યમાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા 6939 છે.

દિલ્લી અને ગુજરાતની સ્થિતિ

દિલ્લી અને ગુજરાતની સ્થિતિ

વળી, રાજધાની દિલ્લીમાં 293 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા 3108 સુધી પહોંચી ગઈ છે. સારી વાત એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં 8 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. એક પણ દર્દીનુ મોત નથી થયુ. કોરોના માટે દિલ્લીનો રિકવર રેકોર્ડ પણ સારુ છે. દિલ્લીન રિકવરી રેટ 30 ટકા છે જ્યારે રાષ્ટ્રીય સ્તર પર આ 22 ટકા છે. ગુજરાતમાં સોમવારે સાંજ સુધી 247 પૉઝિટીવ કેસ આવ્યા, આ ઉપરાંત 81 લોકો રિકવર થઈ ચૂક્યા છે અને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3548 પૉઝિટીવ કેસ મળ્યા છે. આમાંથી 31 લોકો ગંભીર સ્થિતિમાં છે બાકીનના 2961 સ્થિર છે. કુલ 53,575 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશની સ્થિતિ

મધ્ય પ્રદેશની સ્થિતિ

આ ઉપરાંત મધ્ય પ્રદેશ સરકારમાં કોરોના સંક્રમણના 75 નવા કેસ નોંધાવ્યા બાદ આની સંખ્યા વધીને 2168 થઈ ગઈ છે. એમપીમાં અત્યાર સુધી કોરોનાના સર્વાધિક 1207 કેસ, ઈન્દોર, 428 ભોપાલ, 119 ઉજ્જૈન, 69 જબલપુરમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 110 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઓરિસ્સામાં 7 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધી 1નુ મોત થયુ છે. હવે રાજ્યમાં પૉઝિટીવ કેસોની સંખ્યા 118 છે. કુલ 37 દર્દી રિકવર થઈ ગયા છે. પંજાબમાં 8 નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસોની સંખ્યા હવે 330 થઈ ગઈ છે.

રાજસ્થાન અને અન્ય રાજ્યોની સ્થિતિ

રાજસ્થાન અને અન્ય રાજ્યોની સ્થિતિ

રાજસ્થાનમાં 77 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કેસોની સંખ્યા વધીને 2262 થઈ ગઈ. વળી, જયપુરમાં 25 નવા કેસ આવ્યા બાદ શહેરમાં કેસોની સંખ્યા 833 થઈ ગઈ. રાજ્યમાં મૃતકોની સંખ્યા 50 થઈ ગઈ. જમ્મુ અને કાશ્મીરમાં કુલ પૉઝિટીવ કેસ 546 થઈ ગયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 1955 દર્દી અને કર્ણાટકમાં 512 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 40 લોકો વિશે માલુમ પડ્યુ છે. જ્યારે 20 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુરમાં 2 અને મેઘાલયમાં 12 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે અસમમાં 36 કેસોની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ WHOનુ નવુ કારનામુ, હવે લદ્દાખને બતાવ્યુ ચીનની સીમામાંઆ પણ વાંચોઃ WHOનુ નવુ કારનામુ, હવે લદ્દાખને બતાવ્યુ ચીનની સીમામાં

English summary
total number of coronavirus cases in india rises to 29435 says health ministry covid19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X