Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં 24 કલાકમાં 67ના મોત, 1718 નવા કેસ, કુલ સંખ્યા 33 હજારને પાર

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ સતત વધી રહ્યા છે.

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા 33,050 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1074 લોકોના મોત થઈ ગયા છે. કુલ 33,050 કેસોમાં 23651 સક્રિય કેસ, 1074 મોત, 8325 રિકવર/ડિસ્ચાર્જ અને 1 માઈગ્રન્ટ શામેલ છે. છેલ્લા 24 કલાકની અંદર 1718 નવા કેસ આવ્યા છે જ્યારે 67 લોકોના મોત થયા છે.

corona

મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. જ્યાં હવે 400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 597 નવા કેસો પછી, કુલ કેસની સંખ્યા 9915 પર પહોંચી ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે આમાંથી 1593 કોરોના દર્દીઓ સાજા / રજા આપી દેવાયા છે. રાજ્યમાં કોરોનાથી આજે 32 લોકોના મોત બાદ મૃત્યુઆંક 432 પર પહોંચી ગયો છે.

બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 125 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ રાજ્યમાં ચેપનો કુલ આંક વધીને 3439 થયો છે. આ ઉપરાંત 2 નવા મોત પણ નોંધાયા હતા, જે પછી રાજ્યમાં કુલ મૃત્યુ વધીને 56 થઈ ગયા છે. તે જ સમયે, દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 2,291 છે જ્યારે 1,092 લોકો મટાડવામાં આવ્યા છે. દિલ્હીના આઝાદપુર શાકમાર્કેટ સાથે સંકળાયેલા વધુ 4 વેપારીઓની કોરોના વાયરસ પરીક્ષણ પોઝિટિવ આવી છે. શાકભાજી બજારમાં અત્યાર સુધીમાં કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે અહેવાલ આપ્યો છે કે કોરોના વાયરસના 308 નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં ચેપની સંખ્યા 4,082 થઈ ગઈ છે. અમદાવાદમાં મહત્તમ 2777 કેસ, સુરતમાં 601 અને વડોદરામાં 270 કેસ નોંધાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને અમરેલીમાં કોઈ કેસ નોંધાયો નથી. રાજસ્થાનમાં આજે કોરોના વાયરસના 86 નવા કેસ નોંધાયા છે અને 2 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, રાજસ્થાનમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,524 થઈ ગઈ છે, જેમાં 57 મોતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના 827 દર્દીઓ સાજા થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X