For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાના કુલ કેસ 78 હજારને પાર, 24 કલાકમાં 3722 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 3722નો વધારો થયો અને 134ના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 3722નો વધારો થયો અને 134ના મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે દેશમાં અત્યારે કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 78,003 થઈ ગઈ છે. આમાં 49,219 સક્રિય કેસ, 26,235 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 2549 મોત શામેલ છે.

કોરોનાના સર્વાધિક 15747 કેસ મુંબઈમાં

કોરોનાના સર્વાધિક 15747 કેસ મુંબઈમાં

રાજસ્થાનમાં બુધવારે કોરોના સંક્રમણના 202 કેસ(61 જયપુર, 33 ઉદયપુર, 28 જાલોર, 1 બીએસએફ) નોંધાયા બાદ તેમની કુલ સંખ્યા 4328 થઈ ગઈ છે. રાજ્યમાં 4 મોત બાદ મૃતકોનો આંકડો વધીને 121 થઈ ગયો છે. કોરોનાના સર્વાધિક 1342 કેસ જયપુર, 919 જોધપુર, 269 કોટા, 257 ઉદયપુર, 235 અજમેર, 144 ટોંકથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 1495 કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 25992 થઈ ગઈ છે જ્યારે મૃતકોનો આંકડો વધીને 975 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાના સર્વાધિક 15747 કેસ મુંબઈ અને 2830 પૂણે મહાનગરપાલિકા સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 5547 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં કુલ કેસ 9267 થઈ ગયા

ગુજરાતમાં કુલ કેસ 9267 થઈ ગયા

બિહારમાં 74 નવા કેસ નોંધાયા જે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 953 થઈ ગઈ છે. નવા કેસોમાંથી સર્વાધિક 9-9 કેસ પટના અને નવાદા જિલ્લામાં નોંધાયા છે. વળી, મુંગેર, ભાગલપુરમાં 6-6 જ્યારે બેગુસરાય અને ભોજપુરથી 7-7 કેસ સામે આવ્યા. ગુજરાત સરકારે જણાવ્યુ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 364 કેસ સામે આવ્યા બાદ કુલ કેસ 9267 થઈ ગયા છે જ્યારે અત્યાર સુધી 566 કોરોના દર્દીનો મોત થઈ ચુૂક્યા છે. રાજ્યમાં કોરોનાના સર્વાધિક 6645 કેસ અમદાવાદ, 967 સુરત, 592 વડોદરામાં સામે આવ્યા છે. રાજ્યમાં 3562 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

મધ્ય પ્રદેશમાં કુલ સંખ્યા 4173 થઈ

મધ્ય પ્રદેશમાં કુલ સંખ્યા 4173 થઈ

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના 187 નવા કેસ નોંંધાયા બાદ તેમની સંખ્યા 4173 થઈ ગઈ છે. એમપીમાં કોરોનાના સર્વાધિક 2107 કેસ ઈન્દોર, 858 ભોપાલ, 269 ઉજ્જૈનથી સામે આવ્યા છે. એમપીમાં અત્યાર સુધી 2004 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે આનાથી 232 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં કુલ કેસોની સંખ્યા 66 થઈ ગઈ છે. રાજ્યમાં 35લોકો આ સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે આનાથી 2 લોકોના મોત થયા છે. હિમાચલમાં13107 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પંજાબમાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધી કોરોના વાયરસ સંક્રમણના 10 કેસ સામે આવ્યા બાદ કુલ કેસ 1924 થઈ ગયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમૃતસર 297, જલંધર 198, તરણતારણ 158, લુધિયાણા 148, ગુરદાસપુર 122, એસબીએસ નગર 103, એસએએસ નગર 102 અને પટિયાલા 99 છે. પંજાબમાં કોરોના મૃતકોની સંખ્યા 32 પર સ્થિર છે.

સમય બહુ બળવાન હોય છે, વાંચો ગૌતમ બુદ્ધ અને નગરવધુની એક પ્રેરણાદાયક કહાનીસમય બહુ બળવાન હોય છે, વાંચો ગૌતમ બુદ્ધ અને નગરવધુની એક પ્રેરણાદાયક કહાની

English summary
total positive cases of coronavirus in india is now at 78003 says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X