For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોત

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાાં 3967નો વધારો થયો છે અને 100 મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાાં 3967નો વધારો થયો છે અને 100 મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુ્ક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં અત્યારે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 81,970 થઈ ગઈ છે. આમાં 51,401 સક્રિય કેસ, 27,920 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 2649 મોત શામેલ છે.

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 9591

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 9591

રાજસ્થાનમાં 55 નવા કેસ સામે આવ્યા છે. હવે પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 4589 થઈ ગઈ છે. કોરોનાથી મરનારની સંખ્યા વધીને 1818 થઈ ગઈ છે અને 125 સક્રિય કેસ છે. ગુજરાત સરકારે જણાવ્યુ કે રાજ્યમાં કોરોના સંક્રમણના 324 કેસ સામે આવ્યા બાદ કુલ કેસ 9591 થઈ ગયા છે જ્યારે 586 કોરોના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાના સર્વાધિક 6910 કેસ અમદાવાદ, 983 સુરત, 605 વડોદરામાં સામે આવ્યા છે. રાજ્યમાં હાલમાં 2,42,866 લોકો ક્વૉરંટાઈનમાં છે જેમાં સર્વાધિક ભાવનગરમાં છે.

મહારાષ્ટ્રમાં કુલ સંક્યા 27,524

મહારાષ્ટ્રમાં કુલ સંક્યા 27,524

વળી, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 1602 નવા કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 27,524 થઈ ગઈ છે જ્યારે મૃતકોનો આંકડો વધીને 1019 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાના સર્વાધિક 16,738 કેસ મુંબઈ અને 2977 પૂણે મહાનગરપાલિકામાં સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 6059 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે. બિહારમાં 46 નવા દર્દી મળ્યા બાદ સંક્રમણના કેસ 999 થઈ ગયા છે. નવા કેસોમાં ભોજપુર, ભાગલપુર, કિશનગંજ, નવાદામાં 1-1 જ્યારે રોહતાસ, વૈશાલી, સુપોલ, શેખપુરામાં 2-2 કેસ સામે આવ્યા છે. વળી, મુઝફ્ફરપુર, બાંકા, નાલંદામાં 3-3, જહાનાબાદમાં 5, લખીસરાય તેમજ ખગડિયામાં 6-6 જ્યારે પૂર્ણિયામાં 8 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગોવામાં છેલ્લા એક મહિનાથી વધુ સમય બાદ કોરોના સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા છે. સીએમે કહ્યુ, 'આ બધા સંક્રમિત બીજા રાજ્યોથી આવ્યા છે. આમાં કોઈ પણ કેસ કમ્યુનિટી ટ્રાન્સમિસનનો નથી.' પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ સંક્રમિત 87 નવા દર્દી મળ્યા બાદ રાજ્યમાં સંક્રમણની સંખ્યા 2377 થઈ ગઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સંક્રમણના કારણે અત્યાર સુધી 143 લોકોના મોત થયા છે જ્યારે સક્રિય કેસોની સંક્યા 1394 છે. વળી, બંગાળમાં અત્યાર સુધી 768 દર્દી રિકવર થયા છે.

એમપીમાં 237ના મોત

એમપીમાં 237ના મોત

હરિયાણાની વાત કરીએ તો અહીં 25 નવા કેસ(12-ફરીદાબાદ, 4-ગુરુગ્રામ, 3-ઝજ્જર) મળ્યા બાદ કુલ કેસોની સંખ્યા 818 થઈ ગઈ છે. જ્યારે આનાથી મરનારની સંખ્યા 11 પર સ્થિર છે. કોરોનાથી સર્વાધિક પ્રભાવિત ગુરુગ્રામ 170, ફરીદાબાદ 131 અને સોનીપત 120 છે. રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનો દર વધીને 53.66 ટકા થઈ ગયો છે. મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના 253 નવા કેસ નોંધાયા બાદ તેમની સંખ્યા 4426 થઈ ગઈ છે. એમપીમાં કોરોનાના સર્વાધિક 2238 કેસ ઈન્દોર, 900 ભોપાલ, 274 ઉજજૈનમાં છે. એમપીમાં અત્યાર સુધી 2171 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે આના કારણે 237 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં ગુરુવારે કોરોના વાયરસના 6 નવા કેસ સામે આવ્યા બાદ કોરોનાના કુલ કેસોની સંખ્યા 78 થઈ ગઈ છે. વિભાગના જણાવ્યા અનુસરા ઉત્તરાખંડમાં સર્વાધિક 39 કેસ દહેરાદૂન, 16 ઉધમસિંહ નગર, 12 નૈનીતાલ,7 હરિદ્વા્ર, 2 અલ્મોડામાં મળ્યા છે જ્યારે પૌડી ગઢવાલ-ઉત્તરકાશીમાં 1-1 કેસ સામે આવ્યો છે.

ભૂખની કમી, ડાયેરિયા, ઉલ્ટી અને પેટમાં દુઃખાવો પણ હોઈ શકે છે કોરોનાના લક્ષણભૂખની કમી, ડાયેરિયા, ઉલ્ટી અને પેટમાં દુઃખાવો પણ હોઈ શકે છે કોરોનાના લક્ષણ

English summary
total positive cases of coronavirus in india is now at 81,970 says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X