દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 50 લાખને પારઃ આરોગ્ય મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 88,600 નવા કેસ સામે આવ્યા અને 1124 દર્દીઓએ આના કારણે દમ તોડ્યો.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, શું સામાન્ય કે શું ખાસ બધા આ મહામારીની ચપેટમાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 88,600 નવા કેસ સામે આવ્યા અને 1124 દર્દીઓએ આના કારણે દમ તોડ્યો. આ સાથે જ દેશમાં કુલ કેસોની સંખ્યા 59,92,532 થઈ ગઈ છે. વળી, 94,503 લોકોએ આ ખતરનાક વાયરસના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સક્રિય કેસોની સંખ્યા 9,56,402 થઈ ગઈ છે.

11 દિવસમાં 10 લાખ લોકો કોરોનાથી રિકવર

11 દિવસમાં 10 લાખ લોકો કોરોનાથી રિકવર

પરંતુ રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલય અનુસાર માત્ર 11 દિવસમાં 10 લાખ લોકો કોરોનાથી રિકવર થયા છે. વિભાગે કહ્યુ છે કે 21 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોજ સામે આવી રહેલા નવા કેસોથી વધુ દર્દી રિકવર થઈ રહ્યા છે.

કોરોનાના 7,12,57,836 સેમ્પલ ટેસ્ટ

કોરોનાના 7,12,57,836 સેમ્પલ ટેસ્ટ

આ રાજ્યોમાં મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મેઘાલય શામેલ છે અને છેલ્લા 24 કલાકમાં 83,963 દર્દી રિકવર પણ થયા છે અને આઈસીએમઆરે કહ્યુ છે કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના 7,12,57,836 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

કોરોનાથી રિકવર થયેલા લોકોએ આ ગાઈડલાઈન્સ માનવી

કોરોનાથી રિકવર થયેલા લોકોએ આ ગાઈડલાઈન્સ માનવી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા પ્રોટોકૉલમાં બિમારીમાંથી રિકવર થઈ ચૂકેલા લોકોએ ચ્યવનપ્રાશ ખાવા, હળદરવાળુ દૂધ પીવા, યોગ કરવા અને ફરવાની સલાહ આપી છે.

  • ઘરમાંથી બહાર નીકળતી વખતે હંમેશા માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસીંગ જાળવી રાખવુ, હંમેશા ગરમ પાણીનુ સેવન કરવુ, બહારનુ ખાવા-પીવાથી બચવુ.
  • ઈમ્યુનિટી વધારનાર આયુર્વેદિક દવાઓ લેવી. આયુષ મંત્રાલયના નિર્દેશોનુ પાલન કરવુ.
  • હળવી કે મધ્યમ કસરતો કરવી. રોજ યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન કરવુ. ઈલાજ કરનાર ડૉક્ટરે શ્વાસની કસરત જેવી રીતે બતાવી હોય તે રીતે કરવી.
  • સવારે કે સાંજે વૉક કરવુ અને હંમેશા ડૉક્ટરના સંપર્કમાં રહેવુ. સંતુલિત આહાર લેવો. પૂરતી ઉંઘ લેવી અને આરામ કરવો. ધૂમ્રપાન અને દારૂનુ સેવન ન કરવુ.
  • ઘરે સેલ્ફ હેલ્થ મોનિટરીંગ કરવુ જેેમ કે ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, પલ્સ ઑક્સિમીટર વગેરે ચેક કરવુ.
  • જો સૂકી ખાંસી કે ગળામાં ખરાશ હોય તો કોગળા કરવા અને વરાળ લેવી તેમાં ઔષધિ કે મસાલાનો ઉપયોગ કરી શકાય છે. એલોપેથિક ડૉક્ટર કે આયુષ ડૉક્ટરની જણાવેલી દવાઓ લેવી.
  • જાગૃકતા વધારવા માટે કોરોનાથી રિકવર થયેલા દર્દી પોતાના દોસ્તો, સંબંધીઓ સાથે પોતાનો અનુભવ શેર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X